<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

જુનાગઢ એસપી હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ,: કાલે ભવ્ય વિદાય સમારંભ : કાલે સાંજે ભવ્ય રોડ શો

નિડર, સેવાભાવી અને પ્રજાલક્ષી અનેક કામો માટે દિવસ રાત મહેનત કરીને સમાજ અને પોલીસી વિભાગમાં લોકપ્રિય પોલીસ અધિકારીની છાપ મેળવનાર એસપી હર્ષદ મહેતાની નિવૃત્તિથી પોલીસ પરિવાર જુનાગઢ જિલ્લાની જનતા માટે દુખદાયક છે

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. 07  : જુનાગઢ એસપી હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર થતાં આવતીકાલે ભવ્ય વિદાય સમારંભ યોજાશે. 

નિડર, સેવાભાવી અને પ્રજાલક્ષી અનેક કામો માટે દિવસ રાત મહેનત કરીને સમાજ અને પોલીસી વિભાગમાં લોકપ્રિય પોલીસ અધિકારીની છાપ મેળવનાર એસપી હર્ષદ મહેતા નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે. આ આ બાબત પોલીસ પરિવાર જુનાગઢ જિલ્લાની જનતા માટે દુખદાયક છે.

2017ની ગુજરાત કેડરના આઇપીએસ હર્ષદ બી. મહેતાના વિદાય સમારોહનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આવતીકાલ તા. 7ના રોજ બપોરે ચાર કલાકે ભવ્ય રોડ શો આયોજિત કરાયો છે. ઐતિહાસિક બહાઉદીન કોલેજ ખાતેથી શરૂ થનાર રોડ શોમાં નગરજનોએ જોડાઈ હર્ષદ મહેતાની નિવૃત્તિ સેરેમની યાદગાર બનાવવા અનુરોધ કરાયો છે.

(5:00 PM IST)