તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 6th January 2025
HMPV વાયરસ કેસમાં મનપાની મોટી કાર્યવાહી: ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને ફટકારી નોટિસ
વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો છતાં આરોગ્ય વિભાગને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી ન હતી

અમદાવાદ : HMPV વાયરસ કેસમાં AMC એ કાર્યવાહી કરી હતી. જેમાં ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. મળતી માહિતી મુજબ વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો છતાં આરોગ્ય વિભાગને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી ન હતી.જેના કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય વિભાગે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્ર કરી રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનામા આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાઇનાનો જ વેરિયન્ટ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. ઉપરાંત વાયરસ 2001 થી છે એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. વાયરસને લઈ આગામી દિવસોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ થશે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા. આ મામલે ગુજરાત સરકારે એડવાઈઝરી પણ બહાર પાડી છે.
તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે. જો કે, તેની અસર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધો પર પણ નોંધવામાં આવી છે. આ વાયરસના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફની ફરિયાદ થઈ શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, ગળા અને શ્વસન માર્ગમાં અવરોધને કારણે લોકોના મોંમાંથી સીટીનો અવાજ પણ સંભળાય છે. કેટલાક વધુ ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ લોકોને ફેફસામાં ઓક્સિજન વહન કરતી નળીઓની બળતરા અને ન્યુમોનિયાથી પીડાય છે. આ કારણે ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
- જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પુરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળોચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિયત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવુંજાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
