<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વડાલીમાં 1356 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 30 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,155.80 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 2,155.80 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વડાલી માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1260 રૂ. અને નીચો ભાવ 935 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1340 રૂ., મોડાસામાં 1266 રૂ., ધાનેરામાં 1222 રૂ., થરામાં 1220 રૂ., હળવદમાં 1200 રૂ., જૂનાગઢમાં 1181 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,155.80 ટન મગફળીની આવક થઇ છે.

(8:00 PM IST)