<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગુજરાતમાં સૂર્યનું પ્રથમ કિરણ “ગરબાડા”માં એ વૈજ્ઞાનિક ઘટના : અજય ખગોળવિદ

સૂર્યોદયથી આકાશમાં વાદળો લાલ રંગના થઈ જતા અદભુત નજારો

દાહોદ: દાહોદના ખગોળવિદ અજયભાઈ દેસાઈનું કહેવું છે કે, ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ ગરબાડા તાલુકાના ગરબાડા ગામમાં સૂર્યનું પ્રથમ કિરણ પડતું હોય છે, ત્યારે પરોઢિયા પછીના સૂર્યોદયથી આકાશમાં વાદળો લાલ રંગના થઈ જતા અદભુત નજારો સર્જાય છે. આકાશમાં દૂર દૂર સુધી ક્ષિતિજ પણ લાલ રંગનું જોવા મળતું હોય છે. આ એક વૈજ્ઞાનિક ઘટના છે. ઘણીવાર ધુળના રાજકારણોને લઈને, તો ક્યારેક પાણી ભરેલા વાદળો ઉપર સૂર્યના કિરણો પડતા આવું વાતાવરણ થાય છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં તો આવું દ્રશ્ય સામાન્ય બાબત હોય છે. (તસવીર યશવંત રાઠોડ)

(8:58 PM IST)