<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સુરતમાં મોબાઈલ ગેમમાં 14 હજાર હારી જતાં યુવકે ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો :સગીર સહીત 2 લોકોની ધરપકડ

અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે ATM તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો:આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતમાં મોબાઈલમાં રમાતી એક ગેમમાં યુવક પૈસા હારી જતાં યુવકે ATM  તોડવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે ATM  તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

    કિશોરાવસ્થામાંથી પસાર થવા યુવાનોમાં મોબાઈલની ઘેલછા અત્યંત ભયાવહ રીતે સાબિત થઈ રહી છે. સુરતમાં એક યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર રુપિયા હારી જતા કિશોરે ચોરીને અંજામ આપ્યો. પૈસા હારી જતા પહેલા તો માતાના મોબાઈલમાંથી ઓનલાઇન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બાદમાં માતાને ખબર ન પડે તે માટે ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એક બાળગુનેગાર સહીત 2ની ધરપકડ કરી છે તેમજ અઠવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(9:38 PM IST)