તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 6th January 2025
નર્મદા એલસીબીએ જૂની સિવિલ પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પ્રતિબંધિત હોવા છતાં અમુક લોકો વેચાણ કરે છે જ્યારે કેટલાક બહાર થી લાવી તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ પ્રતિબંધિત વસ્તુઓના વેચાઈ કે ના ઉપયોગ કરાઈ તેની પર નર્મદા પોલીસ બાઝ નજર રાખી ખાનગી રાહે ચેકીંગ કરતી હોય છે ત્યારે હાલ માં રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ નજીક ચાઇનીઝ દોરી વેચાણ કરવાના ઇરાદે રાખનાર શખ્સને નર્મદા એલસીબીએ ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર આ.લો.ર.જિગરભાઇ રમેશભાઈ બ.નં. ૨૦૧, નોકરી લોકલ ક્રાઈમ બ્રાંચ, નર્મદા નાઓ ની ફરિયાદ મુજબ નર્મદા એલસીબી ની ટીમ ચાઇનીઝ વસ્તુઓ બાબત ના ચેકીંગ માં હતી ત્યારે બાતમી મળેલ કે જૂની સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે એક વ્યક્તિ આનું વેચાણ કરે છે જેના આધારે ત્યાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, જર્મન ટેક્નોલોજી, નોન મેટાલીક, વોટર રેસીસ્ટન્સ, સોક પ્રૂફ, ફોર ઇન્ડટ્રીયલ યુઝ ઓન્લી, લખેલ દોરીની રીલ નંગ-૦૬ કિમત રૂપિયા ૨૪૦૦/- તથા એક્ટીવા ટુ વ્હિલર ગાડી નંબર GJ-22-Q-7651 કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૨૨,૪૦૦/- ના મુદામાલ સાથે રાજપીપળા બાવાગોર ટેકરી માં રહેતા ફઝલભાઈ શેખ નામના વ્યક્તિ ને પકડી ગુનો દાખલ કર્યો છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
