<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રહેતા લોકોની સેવા :રાજપીપળાના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઉત્તરાયણ સુધીમાં 1000 ધાબળા વિતરણ કરવામાં આવશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી 2025 ના નવા વર્ષના પ્રારંભમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા વિતરણ શરૂ કરવામાં આવ્યા છે

  મળતી માહિતી મુજબ રાજપીપળા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદો કે જેઓ ટેન્ટ માં રહેતા હોય તેવાને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું, રાજપીપળા શહેરમાં અને ગ્રામ્યમાં આજુબાજુ ના મળી ઉતરાયણ પર્વ સુધી સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી ₹1,000 થી વધુ ધાબડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ સેવાકાર્ય નો એક ઉદ્દેશ એ છે કે જરૂરિયાત મંદની સેવા કરવી અને સમાજને એક શીખ આપવી કે સમાજના શ્રેષ્ઠિઓ કે આપણે તો ઘરની અંદર હીટરો મૂકી કે ઘર બંધ કરી સુઈ ઠંડી સામે રક્ષણ મેળવી શકીએ છીએ પરંતુ જરૂરિયાતમંદ માણસો પોતાની મજબૂરીના કારણે રોજી રોટી માટે વતન કે અન્ય શહેરો માં ફરતા ફરતા હોય એની પાસે ઓઢવાનું કોઈ સાધન હોતું નથી, અને ઘણા તો એવા નિરાધાર, લાચાર દરિદ્ર નારાયણ હોય છે જેઓ રોડ ઉપર રહેતા હોય ત્યારે એવા લોકો પાસે પણ ઠંડી સામે રક્ષણ મેળવવા કઈ નથી હોતું તે માટે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે જેમાં સમગ્ર સંપ્રદાયમાં સંતો શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ કરી રહ્યા છે એ અંતર્ગત રાજપીપળા ગુરુકુળ માંથી પણ 1000 ઉપરાંત ધાબળાનું વિતરણ પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

(11:44 PM IST)