News of Tuesday, 7th January 2025
ગુજરાતમાં હજારો સાઇકલ ભંગાર બની છતાં ૧.૭ લાખ સાયકલ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું
આ વર્ષના ટેન્ડરમાં શરતોમાં ફેરફાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેમાં કોઈ એક ચોક્કસ કંપનીની તરફ કરવાનો આક્ષેપ

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં આઠમાંથી નવમા ધોરણમાં અભ્યાસ કરતી એસસી,એસટી અને ઓબીસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે. જોકે સાયકલ ખરીદી લીધા પછી સરકારના અણઘડ વહીવટને કારણે તે સાયકલ ન તો વિદ્યાર્થીનીઓને મળે છે, કે ન તો તેની કોઈ જાળવણી કરવામાં આવે છે, અંતે સાયકલો કાટ ખાઈ રહી છે. આમ
પ્રજાના કરોડો રૂપિયા ના ખર્ચે ખરીદવામાં આવેલી સાઇકલો ભંગાર થઈ જાય છે. એક તરફ સાયકલો પડી રહી છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર આ યોજના માટે શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવાનું ચાલુ રાખે છે.! ગુજરાત સરકારે વધુ ૧.૭ લાખ સાયકલ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ વર્ષના ટેન્ડરમાં શરતોમાં ફેરફાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેમાં કોઈ એક ચોક્કસ કંપનીની તરફ કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગત વર્ષે સાયકલ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હતી
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
