<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ઈન્‍ટરનેશનલ ગોલ્‍ડ સ્‍મગલિંગનાં મુખ્‍ય સૂત્રધાર પિતા પુત્ર સુધી પોંહચીને જ સુરત sog એ નિરાતનો શ્વાસ લીધો

ગુજરાતમાં લીકવિડ ફોર્મમાં દુબઈથી વાયા સુરત અધધ રકમના સોનાના સમગલિંગ મામલામાં અંતે સફળતા : ૨૦૦ કરોડની સોનાની દેશભરમાં હેરફેર ફૈઝલ દ્વારા થયાનું સેન્‍ટ્રલ એજન્‍સીની ઇનપુટ સીપી અનુપમસિંહ ગેહલોતને મળતા જ સિનિયર આઇપીએસ રાઘવેન્‍દ્ર વત્‍સ, ડીસીપી રાજદીપસિહ નકુમ સાથે ચર્ચા કરી sog પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં વિવિધ ટીમો બનાવી હતી : એક મોલવી દ્વારા કેટલાક શકમંદ ચેહરા સાથે એક જ દિવસમાં ૫,૫ વખત અલગ અલગ મોબાલથી વાતચીત થયાના આધારે ચોકી ઉઠેલ પોલીસ કમિશનર દ્વારા મોબાઈલ એફએસએલમાં તપાસાર્થે મોકલાયા હોવાની ચર્ચા

રાજકોટ, તા.૭: દુબઈથી લીકવીડ ફોર્મમાં વાયા સુરતથી ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ૨૦૦ કરોડના સોનાની હેરફેર મામલે આ ઇન્‍ટરનેશનલ રેકેટ હોવાની સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત સમક્ષ તેમના આઇબી કાર્યકાળનાં સંબંધો અંતર્ગત કેટલીક ચોક્કસ એજન્‍સીઓ દ્વારા ધ્‍યાન જે તે સમયે ખેંચતા આ મામલામાં ઊંડા ઉતારવા ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિહ નકુમ સાથે ચર્ચા કરી sog પીઆઇ રાજદીપ સિંંહ નકુમ સાથે ચર્ચા કરી પીઆઇ અશોક ચોધરી ટીમને આપેલ આદેશ અંતર્ગત સમગ્ર રેકેટના મુખ્‍ય સૂત્રધાર એવા પિતા પુત્રની જોડીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

એ.પી.ચૌધરી નાઓને મળેલ બાતમી આધારે ગઈ તા.૦૭/૦૭/૨૦૨૪ ના રોજ જહાંગીરપુરા વિસ્‍તારમાંથી ત્રણ પુરૂષો તથા એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેની ટ્રોલી બેગની અંદર સ્‍પ્રે વડે કેમીકલ મિક્‍સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનુ વજન ૯૨૭ ગ્રામ કિ.રૂ. ૬૪,૮૯,૦૦૦/- સહીત અન્‍ય ચીજવસ્‍તુ મળી કુલ કિ. રૂ. ૭૬,૧૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ હતો. જે ગુનામાં વડોદરાના સોની વેપારીને પણ પાછળથી ઝડપી પાડવામાં આવેલ પરંતુ સમગ્ર “Gold smuggling” ના રેકેટના મુખ્‍ય સુત્રધાર એવા પિતા-પુત્ર પોલીસ પકડથી બચવા નાસતા-ફરતા હોય. જેથી તેમને પણ ઝડપી પાડવા એસ.ઓ.જી.ને સુચના આપવામાં આવેલ હતી.

જે સુચના અંતર્ગત એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો આ પિતા-પુત્રને ઝડપી પાડવા કામે લાગેલ હતી. આ દરમ્‍યાન એસ.ઓ.જી. ના એએસઆઇ ઇમ્‍તિયાઝ ફકરૂમોહમદ તથા એચસી જગશીભાઈ શાંતીભાઈનાઓને આ બન્ને આરોપીઓ બાબતે ટીપ મળેલ અને જે આધારે કામરેજ સુરત રોડ વચ્‍ચે આવેલ જે.બી. ડાયમંડ સ્‍કુલ પાસે વોચ ગોઠવી આરોપી (૧) અફઝલ ગુલામ મોહમદ શાહ ઉ.વ.૪૩ તથા (ર) શહેજાદ અફઝલ શાહ ઉ.વ.૨૨, રહે. ગામ પાદર ફળીયુ વસરાવી મસ્‍જીદ ફળિયુ તા- માંગરોલ, જિ-સુરતવાળાઓને ઝડપી પાડવામાં એસ.ઓ.જી.ને સફળતા મળેલ છે.

અત્રે એ યાદ રહે કે આ ચકચારી મામલાની સીપી દ્વારા આપેલ ગાઈડ લાઈન મુજબ sog પીઆઇ અશોક ચોધરી ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા ફૈઝલનુ નામ સપાટી પર આવેલ.

દેશભરમાં ૨૦૦ કરોડનું સોનું પોહચડવામાં આવ્‍યા અંગે વ્‍યાપક તપાસ ચલાવવા પણ જાણ કરવામાં આવેલ. એક મોંલવીની ભૂમિકા અંગેની હકીકતો બહાર આવેલ. શંકાસ્‍પદ મોબાઇલનાં ડેટા પણ એફએસએલ પાસેથી મંગાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ તે જાણીતી વાત છે.(૬.ર)

(6:48 PM IST)