તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th January 2025
આણંદમાં ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ શર્મસાર: મનો દિવ્યાંગ બહેન પર પિતરાઈ ભાઈએ ગુજાર્યો બળાત્કાર
સગીરા ગર્ભવતી બની જતા ભાંડો ફૂટ્યો:આંકલવા પોલીસે નરાધમને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

આણંદનાં આંકલવા ગામે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી પિતરાઈ ભાઈએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે સગીરા ગર્ભવતી બની જતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ અંગે આંકલવા પોલીસે નરાધમને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે આંકલાવ ગામે રહેતી દિવ્યાંગ સગીરા પર તેના જ પિતરાઈ ભાઈએ હવસનો શિકાર બનાવી હતી. ત્યારે 2 જાન્યુઆરીના રોજ સગીરાને પેટમાં દુખાવો થતા માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે સગીરાના માતા-પિતા પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
પોલીસે જણાવ્યું કે, પિતરાઈ ભાઈ વારંવાર સગીરા સાથે તેના ઘર પાસે આવેલ બંધ પેટ્રોલ પંપ પર તેની મરજી વિરુદ્ધ કુકર્મ કરતો હતો. હાલ સગીરાને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. તેમજ આંકલાવ પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
