<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રાજ્યમાં અઠવાડિયા સુધી કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે: અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમાં નોધાશે

ઠંડી, પવનની ઝડપ અને ઝાકળ વર્ષા કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી

અમદાવાદ : આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી, પવનની ઝડપ અને ઝાકળ વર્ષા કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આવનારા દિવસમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે જ્યારે 15 તારીખ સુધી પવનની ઝડપ યથાવત રહેવાની વાત કરી છે. કયા ભાગમાં ઝાકળ વર્ષા જોવા મળશે તે પણ વાત કરી છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે શનિવાર સુધીમાં રાજ્યના કોઈ પણ વિસ્તારમાં માવઠાની સંભાવના નથી. તેથી ખેડૂતોએ ડરવાની જરૂર નથી. પવનની ઝડપમાં વધારો નોંધાયો છે. પવનની ઝડપ નોર્મલ કરતા થોડી વધારે છે. 14થી લઈ 18 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી આ પવનની ઝડપ યથાવત રહેશે. પવનની દિશા અમુક અમુક વિસ્તારમાં ફરી શકે છે. મોટા ભાગના વિસ્તારમાં ઉત્તરના પવનો છે.

વહેલી સવારે ક્યારેક ક્યારેક પવનની દિશા બદલાઈ શકે છે. અમુક વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. જેના કારણે ઝાકળ વર્ષા જોવા મળશે. 7,8,9 અને 10 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આ ઝાકળ વર્ષા જોવા મળશે. જેમા જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો હશે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઝાકળ જોવા મળશે.

ઠંડીની વાત કરીએ છીએ કે 15 જાન્યુઆરી સુધી કોલ્ડવેવ જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમાં તાપમાન નોધાશે જે 6થી 8 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. ઉત્તરગુજરાતનું અમિરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારમાં ઝીરોથી લઈ બે ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. આ ઠંડી 15 તારીખ સુધી યથાવત રહેશે. કોલ્ડવેવનો રાઉન્ડ જોવા મળશે.

(1:09 PM IST)