<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પાટીદાર આંદોલન થકી ઘણા આંદોલનકારીઓ નેતાઓ બનવા ગયા છે તે વાત સાચી છે પણ આંદોલનની ઘણા ફાયદા પણ થયાં છે : કરશન પટેલના પાટીદાર આંદોલનના નિવેદનનો લાલજી પટેલે વળતો જવાબ આપ્યો

અમને પણ દુઃખ છે કે, અમારા 14 દીકરા શહીદ થયા છે પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા ભાઈઓને લડતા લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસ થયા છે હજુ કેટલાક પર કેસ ચાલી રહ્યા છે

અમદાવાદ તા.૭ : કરશન પટેલના નિવેદનના કારણે સમાજ અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કરશન પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર હતું. લેઉઆ પાટીદારની દીકરી મુખ્યમંત્રી હતી તેને હટાવીને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. હવે આ નિવેદનને પગલે લાલજી પટેલે જવાબ આપતા કહ્યું કે, પાટીદાર આંદોલન થકી ઘણા આંદોલનકારીઓ નેતાઓ બનવા ગયા છે તે વાત સાચી છે પણ આંદોલનની ઘણા ફાયદા પણ થયાં છે.

લાલજી પટેલનું નિવેદન

લાલજી પટેલે વધુમાં કહ્યું કે, કરશન પટેલ સમાજના વડીલ છે, એમને એવું લાગ્યું હશે કે આંદોલનની અંદર જે લોકો રાજકારણની અંદર રોટલા શેકી મોટા થયા છે એ સાચું છે. પરંતુ આંદોલનથી ફાયદો પણ થયો છે. અમને પણ દુઃખ છે કે, અમારા 14 દીકરા શહીદ થયા છે પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા ભાઈઓને લડતા લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસ થયા છે હજુ કેટલાક પર કેસ ચાલી રહ્યા છે.

વર્ષ 2017માં આનંદીબેન મુખ્યમંત્રી હતા તે દરમિયાન 10 ટકા EWS જાહેર કર્યું હોત તો 2019 માં કોઇ આંદોલન ન થાત. કેન્દ્ર સરકારને હું માનું ત્યાં સુધી ગુજરાત સરકાર સાથે તાલ મેલ નહીં હોય અથવા બેનને હટાવવાની કોઈ રાજનીતિ હોય. પણ એજ વસ્તુ જે 2019માં થતી હોય તે 2017માં કર્યું હોય તો કેટલા બધા આંદોલનકારી જેલમાં ન ગયા હોત, કેટલાક લોકો પર કેસ ન થયા હોત પણ અંતે 2019 માં કેન્દ્ર સરકારે EWS આપ્યું, 1 હજાર કરોડની યોજના આપી, આના થકી ગરીબ દીકરાઓને નોકરી મળી છે.

(3:19 PM IST)