<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને ભાજપમાં ભડકો:સતીષ નિશાળીયાએ ફરી દાવેદારી કરતા વિવાદ

વર્તમાન જિલ્લા પ્રમુખ સામે વાઘોડિયાના પૂર્વ પ્રભારીના ગંભીર આક્ષેપ: ભારતી ભાણવડીયાએ સતીષ નિશાળીયા પર શાબ્દિક પ્રહાર કર્યા

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ બાદ હવે જિલ્લા ભાજપમાં પણ કકળાટ જોવા મળી રહ્યો છે. સતીષ નિશાળીયાએ ફરીથી પ્રમુખ બનવા દાવેદારી કરતા વિવાદ થયો છે.

  વર્તમાન જિલ્લા પ્રમુખ સામે વાઘોડિયાના પૂર્વ પ્રભારીના ગંભીર આક્ષેપ છે. ભારતી ભાણવડીયાએ સતીષ નિશાળીયા પર શાબ્દિક પ્રહાર કર્યા. સતીષ નિશાળીયાને ફરી પ્રમુખ ન બનાવવા માંગ કરી છે. ભારતી ભાણવડીયાએ જણાવ્યુ કે વડોદરાને સતીષ નિશાળીયાના આતંકમાંથી મુક્ત કરો.

(1:21 PM IST)