<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અમદાવાદમાં ફરજ બજાવતા જામનગરના વતની પોલીસ અધિકારીનું તંત્ર દ્વારા સન્‍માન

અમદાવાદના એસ.પી. રીંગ રોડ પરથી રૂા. સાડા ત્રણ કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજાનો જથ્‍થો પકડી પાડનાર સબ ઇન્‍સ. અશ્વિનભાઇ બી. ગંધાને શહેરના ડીસીપીએ આપ્‍યું પ્રશંસાપત્ર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૭: જામનગર જિલ્લાના જોડીયાના વતની અને જામનગર આવી પોલીસ ખાતામાં  ભરતી લઇને અત્‍યારે અમદાવાદના વટવા પોલીસ સ્‍ટેશનમાં પો.સબ.ઇન્‍સ. તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઇ બી. ગંધાએ તાજેતરમાં અમદાવાદના એસ.પી. રીંગ રોડ પરથી રૂા. ત્રણ કરોડ સાઇઠ લાખ જેટલી રકમની હાઇબ્રીડ ગાંજાનો જંગી જથ્‍થો પકડી પાડી આરોપીની ધરપકડ કરી હતી.

આ રીતે નિષ્‍ઠાપુર્વક ઉમદા કામગીરી કરવા માટે સબ ઇન્‍સ. શ્રી ગંધાનું અમદાવાદ શહેરના ઝોન-૬ ના ડીસીપી ડો. રવિમોહન સૈનીએ પ્રશંૅસાપત્ર અર્પણ કર્યું હતું

(1:51 PM IST)