<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પોલીસમાં દાખલ થયા ત્‍યારથી રાજીનામાંનો સમય હર્ષદ મહેતાએ નક્કી કરી નાખેલ

ગુનેગાર સાથે કડકાઈઃ સામાન્‍ય લોકો માટે દિલના દરવાજા આ આઇપીએસ (જૂનાગઢ પૂર્વ એસપી) દ્વારા હંમેશ ખુલ્લા રહ્યા હતાઃ ઓછી જાણીતી વાતો પર પ્રકાશ : હર્ષ સંઘવી હર્ષદ મહેતાનાં કાર્યોથી ખૂબ સારી રીતે જાણતા હોવાથી રાજીનામુ સ્‍વીકારવા તૈયાર ન હતા, ઘણા સિનિયર આઇપીએસ દ્વારા પણ રાજીનામુ ન આપે તેવી સમજાવટ થયેલ સિનિયર સિટીઝનોની એકલતા દૂર કરવા તેમની સાથે કોઇપણ સમયે વાતચીત, પુરાવા શોધવા ઘટના ઘટેલ તે જ ઘરમાં પોલીસ સ્‍ટાફને નોકર તરીકે દાખલ કરવા જેવા પ્રયોગ રાજીનામું આપનાર આ આઇપીએસ દ્વારા એક જિલ્લામાં એક ચકચારી મામલામાં પ્રયોગ કરેલ યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાઈ જતી અટકાવવા લોક જાગળતિ, ચોરી, લૂટાયેલ મુદ્દામાલ સમયસર પરત મળે તેવો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, રીઢા ગુનેગારો તપાસવા વિગેરે કાર્યક્રમના તેવો સ્‍વપ્ન દૃષ્ટા છે

રાજકોટ, તા.૭: મૂળ જીવ શિક્ષણનો એટલે ચલાલા પંથકના જુનાગઢમાં કારકિર્દીનો સૂરજ તેજસ્‍વી રીતે ચમકી રહ્યો હતો તેવા સમયે આજથી બે માસ અગાઉ રાજીનામું મૂકયું ત્‍યારે રાજ્‍ય સરકાર પણ આ રાજીનામું સ્‍વીકારવાના મતની ન હતી, પરંતુ હર્ષદ મહેતાએ ખૂબ વિનતી કરી પોતાના ધ્‍યેય સમજાવ્‍યો ત્‍યારે જ હર્ષભાઈ સંઘવી માંડ માંડ સહમત થયા હતા. એક અન્‍ય ઓછી જાણીતી વાત પોલીસ તંત્રમાં દાખલ થયા ત્‍યારથી જ તેમના રાજીનામું કયારે કેટલા વર્ષે આપવું તે નક્કી કરેલ.  હર્ષદ મહેતા રાજીનામું ન આપે તે માટે તેમને સિનિયર આઇપીએસ દ્વારા ઘણા સમયથી સમજાવટ ચાલતી હતી પણ તેઓએ વિનમ્રતાપૂર્વક  ઇનકાર કરેલ.

રાજ્‍યભરમા લોકોને પોતાને ત્‍યાં ચોરી થયેલ, કે લૂટાયેલ  મુદ્દામાલ પરત મળવામાં જે મુશ્‍કેલી સર્જાતી તેનો હલ તેરા તુજકો અર્પણ અર્થાત્‌ લોકોને સામેથી બોલાવી તેનો મુદ્દામાલ પરત અપાવવો તેના જે આઈડિયા સુરતથી અમલમાં આવ્‍યા તેમાં તેમનું યોગદાન ખૂબ મહત્‍વનું હતું રીઢા ગુનેગાર જેલ બહાર હોય તે શું કરે છે? તેની ઓચિંતી વિઝીટ પોલીસ કાફલા સાથે કરવી તેવી એક યુગની પદ્ધતિ જીવંત કરવામાં પણ તેવો આએ મહત્‍વનો રોલ ભજવેલ.

ડ્રગ્‍સના દૂષણોથી યુવા પેઢી મુકત થાય તે માટે લોક જાગળતિ દાખવનાર આ આઇપીએસ પ્રજાના તમામ વર્ગમાં તેમના લોક જાગળતિ, બંદોબસ્‍ત પદ્ધતિ ચેમ્‍બર નહિ સ્‍થળ પર જાતે હાજર રહેવું વિગેરેથી પ્રજામાં પ્રિય બનેલ. અનેક વિવાદાસ્‍પદ મામલામાં તેવોએ લીધેલ બેલેન્‍સ પગલાંઓથી ગ્રહ મંત્રાલય પણ તેમના પર આફ્રિન હતું.

રાજકોટમાં પત્‍થર મારી હત્‍યાઓ કરતો સ્‍ટોનમૈનને પકડવા તત્‍કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને હર્ષદ મહેતા આખી રાત સીપી ઓફિસમાં બેસી રણનીતિ ઘડતા, આ જોખમી મિશન દરમિયાન એક બાતમી મળી અને  જેમના વિસ્‍તાર બહાર હોવા છતાં અનુપમસિંહ ગેહલોત જેવા માણસ પારખું આઇપીએસ દ્વારા હર્ષદ મહેતાને પોતાને મળેલ બાતમી અંગે જણાવતા હર્ષદ મહેતા તાજેતરમાં પીએસઆઈનું પ્રમોશન મેળવનાર આર.કે. જાડેજા વિગેરેની ટીમ બનાવી ઘેરથી કપડાં સાથે આરોપી ન પકડાઈ ત્‍યાં સુધી રાજકોટ પરત ન ફરવાના સંકલ્‍પ સાથે જામનગર વિગેરે પોહચી આરોપીને ઝડપી લીધેલ.

બોટાદનાં કાર્યકાળ દરમિયાન દાદા દાદીની યોજના શરૂ કરેલ, એકલા રહેતા સિનિયર સિટીઝનની મુલાકાત માટે ખાસ  સેવાભાવના ધરાવતા પોલીસ સ્‍ટાફની ટીમ બનાવેલ. ઘણી વખત તો આ વડીલો રાતે ઊંઘ ન આવે ત્‍યારે પોલીસ સ્‍ટાફ સાથે અને ખુદ હર્ષદ મહેતા સાથે વાત કર્યાનાં દાખલા છે. એક ચકચારી મર્ડરનો ભેદ ઉકેલવા અને સાચી વાત બહાર લાવવા એજ પરિવારમાં ઘરકામ સહિતના કાર્ય માટે એક મહિલા પોલીસને દાખલ કરી, વિશ્વાસ કેળવી, પરિવારમાં ચાલતી ખાનગી ચર્ચાઓ જાણી આરોપી સુધી પોહચી ગયેલ.આ વાત બહુ ઓછાં લોકો જાણે છે.

(2:22 PM IST)