News of Tuesday, 7th January 2025
ટુ વ્હીલર્સ ચાલકને પતંગની દોરીથી બચાવવા માટે મયંક નાયકનું સેફટી ગાર્ડ અભિયાન
પતંગની દોરીથી કોઈની જીવદયા ન કપાઈ જાય તે માટે સાંસદનો સરાહનીય પ્રયાસ

મહેસાણામાં રાજ્યસભાના સભા શ્રી મયંક નાયક એ ટુ વ્હીલર્સ વાહન ચાલકને પતંગની દોરીથી બચાવવા વાહનમાં સેયટી ગાર્ડ (સલામતીની સુવિધા) લગાવવાનું અભિયાન કરેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા.૭: ભાજપના રાજ્યસભાના સભા શ્રી મયંક નાયકએ ઉતરાયણ તહેવારને અનુલક્ષીને ઉડતી પતંગની દોરીથી ટુ વ્હીલર્સ વાહન ચાલકને થતું શારીરિક નુકશાન અટકાવવા સેફટી ગાર્ડ અભિયાન આદર્યુ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના વિચારને સાર્થક કરવા માટે, સાંસદ શ્રી મયંક નાયક દ્વારા ઉતરાયણમાં ટુ વ્હીલર ચાલકને દોરીથી બચાવવા સેફટી ગાર્ડ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને જોડવા અપીલ કરી છે. તેમના દ્વારા મહેસાણા બાર એસોસિએશન, સિવિલ સર્જન, પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેકટરને પત્ર લખી તમામ કર્મચારીઓ અને વકીલોને અભિયાન સાથે જોડાવવા અનુરોધ કર્યો છે. શ્રી નાયક દ્વારા છેલ્લા ૧૦ દિવસથી સતત અભિયાન ચાલી રહયું છે. અત્યાર સુધીમાં ૨૦૦૦૦થી વધુ સેફટી ગાર્ડ લગાવી ચૂકયા છે. તેમના આ અભિયાનને લોકોએ આવકાર્યુ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
