News of Tuesday, 7th January 2025
લા નીના થ્રેસહોલ્ડ હજુ સુધી સ્થાપિત થયો નથી
વિધિવત લાનીના માટે આ પરિસ્થિતિ સળંગ પાંચ મહિના સુધી હોવી જોઇએ : અશોકભાઇ પટેલ

રાજકોટઃ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે વિભિન્ન આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓ, જેમાં ભારતીય હવામાન વિભાગ સહીત તેમજ ભારતની વિવિધ ખાનગી હવામાન સંસ્થાઓનો ૨૦૨૪ ના ચોમાસા દરમિયાન લા નીના કન્ડિશન થવાની આગાહી કરી હતી. તેમ છતાં હકીકત એ છે કે આજદિન સુધી એકપણ લા નીના થ્રેશહોલ્ડ સ્થાપિત થયો નથી. જોકે અમે એક અલગ અભિગમ લીધો હતો અને વિવિધ બ્લોગ પોસ્ટ દ્વારા અમારો વિભિન્ન દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો હતો.
૬મી ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ જણાવેલ કે લા નીના થ્રેશહોલ્ડ હજી સુધી પહોંચ્યું નથી, અને અમે ભાર મૂકયો હતો કે વિધિવત પૂર્ણ લા નીના ઘટના થવા માટે, લા નીના થ્રેશહોલ્ડ પરિસ્થિતિઓ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી સતત હોવી જોઈએ.
અમારી આ સાતમી પોસ્ટમાં અમે જાણાવ્યું છે કે હજી સુધી એકપણ લા નીના થ્રેશહોલ્ડ સ્થાપિત થયો નથી, અને જો પ્રથમ લા નીના થ્રેશહોલ્ડ જાન્યુઆરીના અંતે સ્થાપિત થાય તો અમે ભાર મૂકીએ છીએ કે એક વિધિવત પૂર્ણ લા નીના ઘટના માટે ઓછામાં ઓછા પાંચ મહિના સુધી લા નીના થ્રેશહોલ્ડ પરિસ્થિતિઓ સતત રહેવી જરૂરી છે.(૪૦.૧૭)
વર્ષ ૨૦૨૪માં મકાનોનું વેચાણ ૧૨ વર્ષમાં ટોચે
ભારતીય હાઉસિંગ માર્કેટમાં રૂ. ૨-૫ કરોડની કિંમતના ઘરોની મજબૂત માંગઃ રૂ. ૫૦ લાખથી ઓછા અને રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડના સેગમેન્ટમાં વેચાણમાં ઘટાડો થયો હતો
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
