<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

જય ચોટલીયા વિરૂધ્‍ધ જામીનના ખોટા દસ્‍તાવેજો બનાવી ૬૪ કરોડ રૂપિયાની લોન મેળવી ફ્રોડ આચર્યાની ફરિયાદઃ જયની ધરપકડ

હજુ પણ અન્‍ય જામીનો દ્વારા જય ચોટલીયા અને તેમના સાગ્રીતો વિરૂધ્‍ધ ફરીયાદો થશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે : ગુજરાત રાજયની સહકારી બેંકો દ્વારા પણ જય ચોટલીયા અને તેના સાગ્રીતો વિરૂધ્‍ધ ફરીયાદ થશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે: આશરે ૨૫૦ કરોડના ફ્રોડ આચરેલ હોવાથી નજીકના ભવિષ્‍યમાં મોટા કડાકા ભડાકા થશે તેમ આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે: NBFC - પ્રાઇવેટ અને પબ્‍લીક સેકટર બેંકો સહિતની નાણાકીય સંસ્‍થાઓ પણ ફરિયાદ કરશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે

રાજકોટ, તા. ૭ : ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના પ્રવર્તમાન પ્રમુખ, મોટા ગજાના  સહકારી આગેવાન મામા - જયોતિન્‍દ્ર મહેતાના જમાઈ જય ચોટલીયા સહિત ત્રણ શખ્‍સો વિરૂધ્‍ધ ભારતીય ફોજદારીના કાયદા હેઠળની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(B) હેઠળ અમદાવાદની D.C.B પોલિસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે. આધારભુત અહેવાલો મુજબ જયની ધરપકડ થઇ છે ત્‍યારે અન્‍ય બે આરોપીઓની ધરપકડ બાકી છે. સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે.

જસદણ તાલુકાના રવાપર ગામના ખેડુત કેશુભાઈ બોદરએ લખાવેલ ફરીયાદની હકીકત એવી છે કે, જય હર્ષદ ચોટલીયા C.A. હોય તેઓની પાસે મારા સાળા ઇન્‍કમટેક્ષ રીટર્ન અને તેઓની કંપનીના ઓડિટનું કામ કરાવતા હતા અને મારા સાળા જય ચોટલીયા ઉપર ખૂબ જ વિશ્વાસ અને ભરોસો રાખતા હોવાથી મારા સાળાએ મારી મુલાકાત જય ચોટલીયા સાથે તેમની ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીની ઓફિસ જે સનસાઈન આર્કેડ, શિવકુંજ સોસાયટી રોડ, રાજકોટ મુકામે આવેલ છે ત્‍યા કરાવેલ ત્‍યારે મને આરોપી જય ચોટલીયાએ જણાવેલ કે હુ અને મારે મિત્ર મિતેષ કિરિટ સંઘવી અને મનિષ ગોવિંદ ડાંગી એમ ત્રણ જણા ટર્નરેસ્‍ટ રસોસિસ પ્રા.લી. કંપની દ્વારા કોલસાનો ખૂબ મોટો વેપાર કરીએ છીએ. અમારી કંપનીમાં તમો શેર ખરીદી અને મિલ્‍કત જામીનમાં મૂકી રોકાણ કરો તેમજ તમારા સગા વ્‍હાલા પાસે રોકાણ કરાવશે તો પાંચ વર્ષમાં કંપનીને વેપાર અનેક ગણો વધી જશે અને થયેલ નફામાંથી તમોને ભાગ આપવામાં આવશે.

આરોપી જય ચોટલીયાએ અને વધુમાં જણાવેલ કે, જે લોકો અમારી કંપનીમાં રોકાણ કરશે તેમને પાંચ વર્ષ સુધી પોતાન નફો ઉપાડવાનો નહી અને કંપનીમાં જમા રાખવાનો રહેશે તેમજ વેપારનો આંકડો ૧૫૦૦ થી ૨૦૦૦ કરોડની આસપાસ થાય ત્‍યારે રોકાણ, મિલ્‍કત અને વળતળ તરીકે ચુકવવામાં આવશે.

જય ચોટલીયાની વાત ઉપર ભરોષો અને વિશ્વાસ રાખી મારા સાળાને પણ જય ચોટલીયાની ટર્નરેસ્‍ટ રિસોર્સીસ પ્રા.લી. કંપનીમાં સને ૨૦૧૭ ના અરસામાં રોકાણ કરાવવાની શરૂઆત કરી હતી.

આમ જય ચોટલીયા, મિનેષ સંઘવી અને મનિષ ડાંગી તેમના ટર્નરેસ્‍ટ રિસોર્સીસ પ્રા.લી. કંપનીના રોકાણ સબંધે અને વેપાર સબંધે મને જણાવેલ કે અમારી ઉપરોકત ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીમાં તમો રોકાણ કરશો તો સારૂ વળતર અને નફો મળશે જેથી જય ચોટલીયાની વાત ઉપર વિશ્વાસ અને ભરોષો મુકી ટર્નરસ્‍ટ રીસોસસ પ્રા.લી. કંપનીમાં રોકાણ કરવાનુ શરૂ.

ફરીયાદી કેસવ બોદરએ વિશેષમાં જણાવેલ કે, જય ચોટલીયા, મનિષ ડાંગી અને મિતેષ સંઘવીએ પોતાની ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીમાં ધિરાણ મેળવવા અમારી મિલ્‍કત બેંકમાં જામીનગીરી માટે મૂકવા શરૂઆત કરેલી. શેરમાં રોકાણ તથા મિલ્‍કત જામીનગીરી અંગે મારા આઈ.ટી રિટર્ન્‍સ, અમારા ઓળખના આધારો મે આપેલ હતા.

અમો ફરીયાદીએ સને ૨૦૨૨-૨૩માં ટર્નરેસ્‍ટ રિસોર્સિસ પ્રા.લી. કંપનીમા તેમજ જય ચોટલીયાની ભાગીદારી પેઢી મિરેકલ એન્‍ટરપ્રાઈઝમાં અમારી કંપનીની મિલ્‍કત બેંકમા ધિરાણ લેવા માટે જામીનગીરીમા મૂકીને કંપનીમા અનેક રોકાણો કરેલ છે.

ફરીયાદીએ વિશેષમા જણાવેલ કે જય ચોટલીયા, મિતેષ સંઘવી અને મનિષ ડાંગીની ટર્નરસ્‍ટ રીસોર્સસ પ્રા.લી. કંપનીના શેરોમાં શેર હોલ્‍ડર તરીકે રૂપિયા ચાર કરોડ વીસ લાખ પૂરાનુ રોકાણ કરેલ. જેના બદલામા મને ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીનાઓએ રૂા. ૧૦/-ના શેર લેખે રૂપિયા બેતાલીસ લાખ પુરાના શેર ફાળવેલ જે બદલ મને શેર સટફિકેટ આપેલ છે.

શરૂઆતમા આરોપીએ અને તથા અમારા જેવા રોકાણકારોને વિશ્વાસ કેળવવા દર ત્રણ માસે ટર્નરેસ્‍ટ રિસોર્સિસ પ્રા.લી. કંપનીના સારા નફા દેખાડતા હતા. ઉપરોકત મારી મિલ્‍કતની જાનીમગીરી અને શેરમ કરેલ રોકાણ બાબતે અને આજદીન સુધી કોઈ વળતર મળેલ નથી.

અમો ફરીયાદીને તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ દ્વારા એક પત્ર મળેલ જેમાં ટર્નરેસ્‍ટ રીસોસિસ પ્રા.લી. કંપનીના સી.સી. ખાતામાં જામીનદાર તરીકે ચડત લોનની રકમ રૂા.૭,૬૫,૯૩,૧૮૯/- સત્‍વરે ભરવા જણાવેલ હતુ, પરંતુ અમો ફરીયાદી ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીના જામીનદાર તરીકે કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ ખાતે જાતે કયારેય ગયેલ નથી. લોન ગેરેન્‍ટરના દસ્‍તાવેજમાં મેં સહી કરેલ નથી જે મુજબનો જવાબ મે કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદને આપેલ, જેથી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદએ મને પત્ર લખીને જણાવવામા આવેલ કે, તમારા નેટવર્થ સર્ટીફીકેટ, કેવાયસી, ઈન્‍કમટેક્ષ રીટર્ન, ડીડ ઓફ ગેરેન્‍ટી, નોમીનલ સભાસદ અરજી તમારી સહીથી જ રજુ થયેલ છે તેમજ તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ ડિડ ઓફ ગેરેન્‍ટીમાં તમારી સહી રૂબરૂમા કરવામા આવેલ છે પરંતુ હું તે સમયગાળા દરમ્‍યાન અમદાવાદ ગયેલ જ નથી અને આવા કોઈ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદના કાગળોમાં સહીઓ પણ કરેલ નથી. આ મુદે કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ દ્વારા લવાદ કોર્ટમાં દાવો દાખલ કરવામા આવેલ જે દાવામાં રૂપિયા ચોસઠ કરોડ પૂરાની લોન ટર્નરેસ્‍ટ રિસોસિસ પ્રા.લી. કંપનીના નામે લેવામાં આવેલ હોવાનુ જણાવવામાં આવેલ હતુ તેમજ આ દાવાના કામમા ફરીયાદીની ડિડ ઓફ ગેરેન્‍ટી રજુ કરવામા આવેલ છે, તેની નકલો અમો ફરીયાદીને લવાદ દાવામાથી મળેલ, તે જોતા ડિડ ઓફ ગેરેન્‍ટી અને અમો ફરીયાદીના કેવાયસી દસ્‍તાવેજો અને નોમીનલ સભાસદની અરજીમા અમો ફરીયાદીની ખોટી સહીઓ કરવામા આવેલ હતી.

 આમ ટર્નરેસ્‍ટ રીસોર્સસ પ્રા.લી. કંપનીના ડિરેક્‍ટર જય હર્ષદકુમાર ચોટલીયા, મનિષ ગોવિંદ ડાંગી અને મિતેષ કિરીટ સંઘવીનાઓએ ગુન્‍હાહિત કાવતરૂ રચી મને ૨૦૨૨થી ૨૦૨૩માં આરોપીની કંપનીના શેરમા રોકાણ તથા મિલ્‍કત જામીનગીરી અંગે અમો ફરીયાદીના આઇટી રિટર્ન્‍સ, ઓળખના આધારે મેળવેલા, ત્‍યારબાદ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદ બેંક ઇન્‍કમટેક્ષ શાખામાં તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ રજુ કરવામાં આવેલ ડિડ ઓફ ગેરેન્‍ટી, કેવાયસી દસ્‍તાવેજો, નોમીનલ સભાસદની અરજીઓમા મારી ખોટી સહીઓ કરી ટર્નરેસ્‍ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીના ર્વકિંગ ડિરેકટર જય ચોટલીયા અને મિતેષ સંઘવીનાઓએ અમારી ગેરહાજરીમાં અમોની જાણબાર ધિરાણમાં જામીનદાર બનાવવા માટે તેમજ કંપનીમાં રજૂ કરેલા આઈટી રિટર્ન્‍સ, અમારા ઓળખના આધારોનો દુરૂપયોગ કરીને તે દસ્‍તાવેજની નકલો કરાવી તેમજ અમારી ખોટી સહીઓ કરી કરાવી તેમજ ડિડ ઓફ ગેરેન્‍ટીમાં પણ અમારી ખોટી સહિઓ કરી કરાવી સાચા દસ્‍તાવેજ દર્શાવી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદમાંથી રૂા.૬૪,૦૦,૦૦,૦૦૦/- ના ધિરાણમાં જામીનદાર બનાવી ધિરાણ મેળવેલ તે રકમ બેંકમા નહી ભરી અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે.

આ અગાઉ  જય ચોટલીયાએ આશરે ૨૫૦ કરોડ જેટલી માતબાર રકમનો ફ્રોડ આચર્યો હોવાની પ્રથમ જાણકારી અકિલાએ પ્રસિધ્‍ધ કરી હતી. તેના સમર્થનમાં આ પ્રથમ ફરીયાદ રજીસ્‍ટર થઈ હોવાનુ જાણવા મળે છે. આધારભૂત વર્તુળને જણાવ્‍યા મુજબ હજુ પણ બેંકો અને જામીનો ફરીયાદ નોંધાવવા માટે તજવીજ કરી રહ્યા છે ત્‍યારે જય ચોટલીયા સહિત તમામ આરોપીઓમા ફફડાટ વ્‍યાપી ગયો છે.

જાણવા મળ્‍યા અનુસાર સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાએ પણ જય ચોટલીયાની જેનીથ કંપની સામે ફ્રોડ મોનિટરીંગ રીપોર્ટ ફાઈલ કર્યો છે ત્‍યારે તેમા પણ આરોપીઓ વિરૂધ્‍ધ કાનુની કાર્યવાહી થશે તે નિヘીત છે. તે બધી બાબતોને ધ્‍યાને લેતા આગામી સમયમા મોટા કડાકા ભડાકા થશે તેવુ નિヘતિ મનાઇ છે. બેંકના નાણા પબ્‍લીક મની હોય ત્‍યારે બેંક સામે કોઈ વ્‍યકિત ફ્રોડ કરે ત્‍યારે તપાસનીશ એજન્‍સીઓ અને કોર્ટ અતિ ગંભીરતાથી લેતી હોય છે.

 

જય ચોટલીયા

મિતેશ સંઘવી

મનીષ ડાંડી

 

(3:54 PM IST)