<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5200 રૂપિયા બોલાયો : જાણો અન્ય 25 યાર્ડના ભાવ : જૂઓ વિડીયો

ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 889.29 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ:આજે ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 889.29 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5200 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત બાબરામાં 4795 રૂ., હળવદમાં 4626 રુ., માંડલમાં 4600 રૂ., ગોંડલમાં 4531 રૂ., જસદણમાં 4525 રૂ., થરાદમાં 4500 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 889.29 ટન આવક થઇ છે.

(6:57 PM IST)