<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા વિદેશ જવા ઈચ્છુક લોકોને ઠગનાર બન્ટી અને બબલીની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી

કેનેડાના પી.આર વિઝા આપવા અનેક શહેરોમાં ઠગ બન્ટી અને બબલી દ્વારા છેતરપિંડી: આ બન્ને સામે, ક્રાઈમ બ્રાન્ચ, બોડકદેવ, વડોદરા, નર્મદા સહિતના પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે, ગુજરાતમાંથી વિદેશ જવા ઈચ્છુક લોકોને ઠગનાર બન્ટી અને બબલી ઋષિકેશ અને સુજાતાની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે. કેનેડાના પી.આર વિઝા આપવા મામલે  છેતરપિંડી કરી હતી. 

  ગુજરાતના અનેક શહેરોમાં ઠગ બન્ટી અને બબલી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. આ બન્ને સામે, ક્રાઈમ બ્રાન્ચ, બોડકદેવ, વડોદરા, નર્મદા સહિતના પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વર્ષ 2021 માં ન્યુ પાથ કેરિયર સોલ્યુશન નામે કંપની શરૂ કરી હતી. અનેક લોકો પાસેથી રૂપિયા 1.60 કરોડથી વધુ મેળવી લીધા હતા.

(7:51 PM IST)