<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે સર્જાયો ફરી વિવાદ !

2025 પછી સિલેક્ટેડ ડાયરાઓ જ કરવા છે, તેવી દેવાયત ખવડની વાત પર બ્રિજરાજદાન ગઢવીએ મજાક બનાવીને વિવાદ છેડ્યો

અમદાવાદ :  લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે. 2022માં બંન્ને વચ્ચે સમાધાન થયું હતું. જો કે ફરી બંન્ને વચ્ચે જામી પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. 2025 પછી સિલેક્ટેડ ડાયરાઓ જ કરવા છે, તેવી દેવાયત ખવડની વાત પર બ્રિજરાજદાન ગઢવીએ મજાક બનાવીને વિવાદ છેડ્યો છે. જેનો દેવાયત ખવડે વળતો જવાબ આપતા કહ્યું છે કે, હવે જો માફી માંગુ તો ડાયરાઓ છોડી દઇશ. પાછળથી બોલવા કરતા સામી છાતીએ આવી જવા પડકાર ફેક્યો છે.


 

(7:57 PM IST)