News of Tuesday, 7th January 2025
ગુજરાત ભાજપ શહેર- જિલ્લા પ્રમુખોના નામો લઈને આગેવાનો દિલ્હી પહોંચ્યા :હાઇકમાન્ડ કરશે ફાઇનલ
રત્નાકરજી, રજનીભાઈ પટેલ, ઉદય કાનગડ સહિતના આગેવાનો દિલ્હી પહોંચ્યા: દિલ્હીથી દિલ્હી લીલી ઝંડી મળ્યા પછી કમલમથી ડિકલેર થશે નામ

અમદાવાદ : ગુજરાતના ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે બે દિવસ સેન્સ પ્રક્રિયા બાદ પ્રમુખ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરી હતી જિલ્લા-શહેરના નિર્વિવાદિત ચહેરાઓને તક મળી શકે છે. દરમિયાન ગુજરાત ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોના નામની યાદી લઈને ટોચના આગેવાનો દિલ્હી પહોંચ્યા છે . બે દિવસ સુધી દિલ્હીમાં હાઈ કમાન સાથે ચર્ચા થયા પછી નામો ફાઇનલથશે તેમ મનાય છે
જાણવા મળ્યા મુજબ શહેર જિલ્લાના પ્રમુખોની યાદી લઈ ભાજપના આગેવાનોં દિલ્હી પહોંચ્યા છે દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે ગુજરાત ભાજપના નેતાઓની બેઠક થશે .
વધુમાં જાણવા મળ્યા મુજબ રત્નાકરજી, રજનીભાઈ પટેલ ઉદય કાનગડ સહિતના આગેવાનો દિલ્હી પહોંચ્યા છે રાજ્યના 33 જિલ્લા ને આઠ મહાનગરને ભાજપના નવા પ્રમુખ મળશે આગામી તારીખ 10 મી સુધીમાં તમામ પ્રમુખોની યાદી જાહેર થઈ શકે છે, દિલ્હી થી દિલ્હી લીલી ઝંડી મળ્યા પછી નામ કમલમથી ડિકલેર થશે
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
