તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકેઃ અમદાવાદ ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું

અમદાવાદ : 2025થી શરૂ થયેલા અમદાવાદ ફ્લાવર શોએ ગણતરીના જ દિવસોમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું હતું. આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એક વાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને ફરી એક વાર વિશ્વ ફલક પર મૂક્યું હતું.
પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી, 2025ના રોજ ગિનિસ બુકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું. ગિનીસ બુકના અધિકારીઓની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનની ટીમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
