<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અમદાવાદના માધુપુરામાં પ્રેમિકાનાં 6 વર્ષનાં દિકરાની હાજરીમાં છરીનાં 15 જેટલા ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી પ્રેમીનો આપઘાત

AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈલ:છરીના 10 થી 15 ઘા મારીને હત્યા

અમદાવાદ :શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. છરીના 10 થી 15 ઘા મારીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું. હત્યા સમયે યુવતીનો 6 વર્ષનો દિકરો પણ ત્યાં હાજર હોવાનુ સામે આવ્યું છે. 

માધુપુરામાં જુગલદાસની ચાલીમાં રહેતી ક્રિષ્ના મારવાડી નામની મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી છરી પણ ઘટના સ્થળેથી મળી આવી હતી. આ મામલે પોલીસે સીસીટીવી અને અન્ય પાસાઓને લઈને અલગ અલગ ટીમો તપાસમાં કામે લગાડી હતી.

 

ત્યા સામે આવ્યું કે ક્રિષ્નાં મારવાડીની હત્યા તેનાં પ્રેમી કૌશિક મકવાણાએ કરી હતી, પ્રેમપ્રકરણમાં આ હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ કૌશીકે પણ સાબરમતી નદીમા ઝંપલાવી આપઘાત કર્યો હતો. કૌશીક મકવાણા ક્રિષ્ના મારવાડની ચાલીમાં જ રહેતો હતો અને પીએસઆઈની તૈયારી કરતો હતો. હાલ તો આ મામલે પોલીસે બન્ને મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 PM IST)