<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ગુજરાતના 33 જિલ્લા અને 8 મનપાના પ્રમુખ બનવા ભાજપમાં 1300 જેટલા દાવેદારો મેદાને

જિલ્લા કક્ષાએ મળેલા જિલ્લા પ્રમુખના દાવેદારો અંતર્ગત સંગઠન પર્વને લઈને કમલમ ખાતે સવારથી માંડીને સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વનો ત્રીજો તબક્કો એટલે જિલ્લા પ્રમુખની નિમણુકની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા 580 જેટલા મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા 33 જિલ્લા પ્રમુખ અને આઠ મહાનગરપાલિકાના પ્રમુખો માટેની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ છે. જે અંતર્ગત ગત બે દિવસ એટલે કે ત્રણ અને ચાર જાન્યુઆરીએ ભાજપે જિલ્લા પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખના પ્રબળ દાવેદાર લોકોએ બાયોડેટા સાથે જિલ્લા પ્રમુખ માટેની દાવેદારી નોંધાવી હતી.

આ દાવેદારોએ દાવેદારી કર્યા બાદ જિલ્લા કક્ષાએ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારોના બાયોડેટા એકત્ર કરી નામાવલિ તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ મળેલા જિલ્લા પ્રમુખના દાવેદારો અંતર્ગત આજે સંગઠન પર્વને લઈને કમલમ ખાતે સવારથી માંડીને સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં મહાનગરના પ્રમુખો તેમજ જિલ્લા પ્રમુખો માટેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા કક્ષાએ મોકલેલા ચૂંટણી નિરીક્ષકો તેમજ સહ ચૂંટણી નિરીક્ષકો અને જિલ્લાના વર્તમાન પ્રતિનિધિઓ સાથે જિલ્લા વાઇઝ બેઠકોનો દોર સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સાથે યોજાઈ હતી. જેમાં 33 જિલ્લા પ્રમુખ અને આઠ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારીઓને તબક્કાવાર સાંભળવામાં આવ્યા હતા.

(11:48 PM IST)