તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 8th January 2025
HMPV લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: ગાંધીનગરમાં નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
-આઇસોલેશન વોર્ડ માં 25 બેડની વ્યવસ્થા, 25 વેન્ટિલેટર મશીનની પણ વ્યવસ્થા અને PPE કિટની પણ વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર : ગુજરાતમાં નવો વાયરસ HMPV લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. કોરોના વખતે જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી હતી તે જ મુજબ HMPV માટે પણ તૈયારીઓ કરાઈ રહી છે. આઇસોલેશન વોર્ડ માં 25 બેડની વ્યવસ્થા કરાઈ છે. 25 વેન્ટિલેટર મશીનની પણ વ્યવસ્થા કરાઈ છે. PPE કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ડરવાની જરૂર નથી સાવચેત રહેવાની જરૂર છે તેમ ગાંધીનગર સિવિલ ડોકટરોનું કહેવું છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
