News of Wednesday, 8th January 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોલીસ જાપ્તમાંથી ભાગી છુટેલો 62 ગુનામાં સંડાવાયેલ રીઢો ગુનેગાર ઝડપ્યો
16 વર્ષની ઉંમરે ચોરીથી ગુનાખોરીની દુનિયામાં ડગ માંડ્યા સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓને અંજામ આપ્યા:વર્ષ 1991 માં અકસ્માતમાં એક હાથનો પંજો ગુમાવ્યો: ગુનાખોરીના દુનિયામાં ઠૂઠો કહેવાતો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જનાર અને 62 ગુનામાં સંડોવાયેલો રીઢા ગુનેગાર જેનુલ આબેદીન ઉર્ફે ઠુઠાને ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 1985 માં 16 વર્ષની ઉંમરે ચોરીથી ગુનાખોરીની દુનિયામાં ડગ માંડ્યા હતા. સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા. વર્ષ 1991 માં અકસ્માતમાં એક હાથનો પંજો ગુમાવ્યો હતો. ત્યારથી તે ગુનાખોરીના દુનિયામાં ઠૂઠો કહેવાતો હતો. લૂંટ બાદ કારમાં દારૂની હેરાફેરી શરૂ કરી હતી. દારૂ બાદ એમ.ડી ડ્રગ્સ અને ગાંજાના ધંધામાં પણ ઝપલાવ્યું હતું.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
