<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ઇમ્પેક્ટ : નેત્રંગ વનવિભાગમાં ૧૫ વષઁ પછી ફોરેસ્ટરની બદલી કરાઈ

ખેડુતો પાસેથી રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા ના ગંભીર આક્ષેપો થયા હતા: વ્યારા વનવિભાગના ખેરવાડા રેન્જમાં તાત્કાલિક બદલીનો ઓડઁર કરાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : PM-કુસુમ સૌરપંપ આપવાની યોજનામાં નેત્રંગ  વનવિભાગનની મહિલા રાઉન્ડ ફોરેસ્ટરે હરીલાબેન વસાવાએ ગરીબ આદિવાસી સમાજના ખેડુતોને એનકેન પ્રકારે પોતાની માયાજાળમાં ફસાવી રૂ.૬૦૦૦ ની ગેરકાયદેસર વસુલાત-ઉઘરાવ્યા હોવાનો મોટો ઘટોસ્ફોટ થયો છે.નેત્રંગ તાલુકાના મોવી, યાલ, ખરેઠા, વાલપોર, ગાલીબા, કુંડ, શણકોઈ અને મુંગજ-મચામડી ગામના ૨૦૦ થી વધુ ખેડુતોને ખેતરમાં સૌરપંપ લગાવી આપવાના બહાને લાખો રૂપિયાનું કૌભાંડ અને ભ્રષ્ટાચાર કયૉના આક્ષેપ થયા હતા. ત્યારબાદ આ અહેવાલ પ્રસિદ્ધ કરતા હાલ ફોરેસ્ટરની બદલી કરાઈ છે.
મુખ્યત્વે નેત્રંગ તાલુકાના ખેડુતોને સૌરપંપ નાખી આપનાર ફામૉ ઇરીગેશન એજન્સીના માલીક હારૂણ કડીવાલાએ ટેલીફોનિક સંવાદમાં કોઇપણ ખેડુત પાસે મેં રૂપિયા ઉઘરાવ્યા નથી.નેત્રંગ વનવિભાગના ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા છે.તેવું જણાવતા વિવાદ વધુ વકયૉ હતો.એટલે ફોરેસ્ટરે આ યોજનાનો લાભ અપવાના બહાને ખેડુતોને ચુનો ચોપડ્યો હોવાનું સાબિત થયું હતું. અને તેની ફરીયાદ છેક ગાંધીનગર સુધી થઈ હતી. જેમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ એ નેત્રંગ રાઉન્ડ ફોરેસ્ટર હરીલાબેન વસાવાને વ્યારા વનવિભાગના ખેરવાડા રેન્જમાં તાત્કાલિક બદલી કરી દીધી હતી
   અત્રે  ઉલ્લેખનીય છે કે,ભરૂચ વનવિભાગના મુખ્ય અધીકારી આર.ડી જાડેજાએ પોતાની માનીતી ફોરેસ્ટરને બચાવવા માટે પુરી તાકાત લગાવી હતી.પરંતુ બદલીનો ઓડઁર થતાની સાથે ડીઓફો આર.ડી જાડેજાના પગ નીચેથી જમીન સરકી ગઇ હોવાની પણ હાલ ચર્ચા સંભળાઈ છે.

(1:01 AM IST)