<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

શ્રી નવદુર્ગા હાઇસ્કુલ રાજપીપળાના ખેલાડીએ સીલીંમ્કર મયંક રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલીન જિમનાસ્ટિક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી જીમ્નાસ્ટિક સ્ટેટ એકેડેમી અને શ્રી નવદુર્ગા હાઇસ્કુલ રાજપીપળાનો ખેલાડી સીલીંમ્કર મયંક રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલીન જિમનાસ્ટિક સ્પર્ધા 24 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી 2025 દરમિયાન સુરત ખાતે ઓલ એજ ગ્રુપ માટે યોજાય હતી જેમાં ટીમ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
  શ્રી નવદુર્ગા શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સિલિમકર્ મયંક નરેશભાઈ રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે , મયંકને જીમ્નાસ્ટિક કોચ સુમિત ખારપાસ પાસેથી વિશેષ કોચિંગ મળ્યું હતું રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવવા બદલ DSDO દિનેશભાઈ ભીલ તથા સમગ્ર નવદુર્ગા શાળા પરિવાર દ્વારા ખૂબ શુભેચ્છાઓ સાથે સતત પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી
  આ સાથે શ્રી નવદુર્ગાશાળા તથા નર્મદા જીલ્લા દ્વારા એસ જી એફ આઈ માં રાજ્ય કક્ષાએ મેડલ મેળવનાર વસાવા ચાંદની શૈલેષભાઈ (બે ગોલ્ડ, બે સિલ્વર), લુખી હર્ષ એસ (બે સિલ્વર એક બ્રોન્સ), સિલિન્ડર મયંક (બે ગોલ્ડ, 2-સિલ્વર ,2- બ્રોન્ઝ), રબારી લક્ષ્મણ (2- ગોલ્ડ), ઠાકોર જયશ્રી (1- ગોલ્ડ,2- સિલ્વર,1- બ્રોન્ઝ), ચુડાસમા પ્રીતમ (2- ગોલ્ડ,2- સિલ્વર,2- બ્રોન્ઝ), નમ્રતા (3- સિલ્વર,2- બ્રોન્ઝ), જહાનવી (3- બ્રોન્ઝ). આ ખેલાડીઓનો પણ બહુમાન કરી કોચ માં સુમિત સર અને મિકેતા પટેલ મેડમ તથા પરિવાર તરફથી અભિનંદન અને પ્રોત્સાહન આપી બિરદાવવામાં આવ્યા હતા.

(1:06 AM IST)