News of Wednesday, 8th January 2025
રાજપીપળાની કોમર્સ કોલેજ ખાતે નર્મદા જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રાજપીપલા ની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નર્મદા જિલ્લા સાઇબર ક્રાઇમના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જેમા સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ઇન્ટરનેટ દ્વારા મોબાઈલના માધ્યમથી જુદા જુદા પ્રકારના સાઈબર ક્રાઇમ થવા લાગ્યા છે. જેમાં નાણાકીય બાબતોના ફ્રોડ તેમજ છોકરીઓ તેમજ છોકરાઓના જાતીય બુલિંગ થવા લાગ્યા છે. તમારો ઓટીપી પિન માંગીને નાણાકીય ફ્રોડ કરવામાં આવે છે. એ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ કરીને તમારા ખાતાના બધા જ નાણા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી એરપોર્ટ પર ડ્રગ આવ્યું છે અથવા તમે તમારું બેન્ક એકાઉન્ટ કોઈકને વાપરવા આપ્યું છે જેમાં ગુના ની પ્રવૃત્તિ થઈ છે જેવી રીતે ખોટી પોલીસની ઓળખાણ આપી ડિજિટલ એરેસ્ટના નામે નાણાકીય ફ્રોડ કરવામાં આવે છે. તેમજ અજાણ્યા લોકો દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તમારું એકાઉન્ટ હેક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ પાસે નાણાની મદદ માંગવામાં આવે અથવા તમારી અંગત માહિતી તમારી પાસેથી મેળવી તમારી જોડે છેતરપિંડી કરે છે. ઉપરાંત ઈલેક્ટ્રિસિટી બોર્ડના નામે તમારું બિલ નહિ ભરો તો તમારું કનેક્શન કપાઈ જશે જેવો ખોટો મેસેજ આપી લિંક મોકલે જેનાથી છેતરપિંડી કરવામાં આવે છે.ઘરે બેસીને કામ કરો અને ૧૦ થી ૧૫ હજાર કમાવો વગેરે જાહેરાત આપી ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેને સાયબર ક્રાઇમ તરીકે ઓળખાવી શકાય છે. આ માટે ટુ સ્ટેપ વેરીફીકેશન પાસવર્ડ સિસ્ટમ રાખવી ખૂબ જરૂરી બની રહે છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે માત્રને માત્ર અધિકૃત એપ ડાઉનલોડ કરીને જ ખરીદી કરી શકાય. આ સિવાય ન્યુડ કોલિંગ. કોઈ છોકરીના ફોટાને મોર્ફ કરીને તેની જગ્યાએ જે તે વિદ્યાર્થીઓનો ફોટો મૂકી બ્લેક-મેઇલ કરવામાં આવે અને એના કારણે અથવા તો ન્યુડ કોલિંગ કારણે સમાજમાં બદનામી થશે તેના ડરથી આત્મહત્યા જેવું પગલું ભરવામાં આવે તથા નાણાકીય છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. વધુમાં જણાવ્યું હતું કે જેમની જોડે આવું કશુંક પણ બને તો વહેલામાં વહેલી તકે નજીકના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જે રાજપીપળા બસ ડેપોની સામે આવેલું છે. સાથે સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 તેમજ www.cybercrime.gov.in પર ફરિયાદ કરવી જેથી નાણાની છેતરપિંડી વહેલામાં વહેલી તકે રોકી શકાય. આમ આજના સમયમાં ખૂબ જ જરૂરી ડિજિટલ સુરક્ષા ની વાત આજે નર્મદા જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ તરફથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રા કિંજલબેન ત્રિવેદી પ્રા હીનાબેન માલી પ્રા આપ ઇસ કુરેશી ક્લાર્ક અજયભાઈ વસાવા તેમજ હીરાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જો આપની સાથે ફાઇનાન્સીયલ ફ્રોડ થાય તો તાત્કાલીક ૧૯૩૦ તેમજ www.cybercrime.gov.in પર ફરીયાદ કરવી.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
