<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

પથ્‍થર બોલતા હૈ....૧૨ વર્ષ ૧૦ હજાર ૭કિ.મી.ની યાત્રા સાથે ‘‘તપોભૂમિ(ગુજરાત)ગ્રંથ''નું વિમોચન

અમદાવાદમાં ગુજરાત ફર્સ્‍ટ ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટ લિખિત ગ્રંથ મુખ્‍યમંત્રી ના હસ્‍તે થયું વિમોચનઃ સંતો મહંતો, કથાકારો અને વિવિધ મંદિરોના પૂજારીઓની ઉપસ્‍થિતિઃ ગુજરાતના ૩૦૦ જેટલા મંદિરો આધ્‍યાત્‍મિક આશ્રમો સહિતનો આ ગ્રંથમાં સચિત્ર સમાવેશ : ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ડીજીટલ વિડીયો ગ્રંથ કયુ આર કોડ સ્‍કેન કરતા જ વિડીયો પર માહિતી

રાજકોટ : ગુજરાત એટલે આધ્‍યાત્‍મિક અને તપની ભૂમિ અને આ ભૂમિ ના મંદિરો, આશ્રમો અને આધ્‍યાત્‍મિક ચેતના સમા તીર્થસ્‍થાનો ની વાત એકજ ગ્રંથ માં હોય તેવું અદભુત કાર્ય ગુજરાત ફર્સ્‍ટ ચેનલહેડ ડા.ે વિવેકકુમાર ભટ્ટ (મો.૯૯૭૮૯૮૪૮૨૦) એ કર્યું છૅ પથ્‍થર બોલતા હૈ તપોભૂમિ ગુજરાત ગ્રંથ જે ૧૨વર્ષ અને ૧૦હજાર કિલો મીટર ની તીર્થ યાત્રા કરી આ તપોભૂમિ ગ્રંથ તૈયાર કર્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

અમદાવાદ ખાતે તાજેતર માં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી હોલ માં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ના હસ્‍તે આ તપોભૂમિ ગ્રંથ નું દિવ્‍ય અને ભવ્‍ય વાતાવરણ માં વિમોચન થયું છે.આ પ્રસંગે ગુજરાત સરકાર ના  કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને રાજ્‍યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતભરના અગ્રણી સંતોમહંતો, કથાકારો, અને મંદિરો ના પૂજારીઓ અને ભૂદેવો સહીત ઉપસ્‍થિત રહ્યા હતા.

તપોભૂમિ ગ્રંથ થકી મંદિરો લોકો ના ઘરસુધી પહોંચે તેવા આ તપોભૂમિ ગ્રંથ ની વિશેષતા એ છે કે આ ગ્રંથ માં ગુજરાત ના મંદિરો નો ઇતિહાસ કથા સહીત સચિત્ર અને સાથે કયુ આર કોડ સ્‍કેન કરતા જ આ ગ્રંથ ના મંદિરો વિડીયો દ્વારા જોઈ શકાશે એટલે આ તપોભૂમિ ગ્રંથ વાંચી શકાય જોઈ શકાય અને સાંભળી શકાય એવો પ્રયાસ કરાયો છે.

આ પ્રસંગે  શ્રી શેરનાથબાપુ,  મહંતશ્રી ગૌરક્ષનાથ આશ્રમ જૂનાગઢ, શ્રી રામસ્‍વરૂપપૂરીજી, મહંતશ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર, શ્રી લાલદાસજી મહારાજ, મહંતશ્રી ઉદાસીન અખાડા, મહેસાણા, શ્રી રામેશ્વરદાસ હરિયાણી, જાણીતા કથાકાર, અમદાવાદ, શ્રી મનોજગીરી, અધ્‍યક્ષ, રાજ્‍ય સંસ્‍કળત પાઠશાળા શિક્ષક મંડળ, ડૉ.લંકેશબાપુ, જાણીતા કથાકાર, કડી , શ્રી જલ્‍પેશભાઈ શાષાી, જાણીતા કથાકાર, અમદાવાદ, શ્રી સ્‍વામી યોગેશ્વરાનંદ ગિરિજી, અધ્‍યક્ષ સ્‍વામી વિવેકાનંદ સંસ્‍કાર કેન્‍દ્ર , વલસાડ, શ્રી દિલિપદાસજી બાપુ, મહંતશ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ, શ્રી નિજાનંદ બાપુ, મહંત શ્રી બ્રહ્માચારી આશ્રમ, ગોતરકા, શ્રી દેવનાથ બાપુ, મહંતશ્રી એકલધામ, કચ્‍છ, શ્રી યોગીબાલકનાથજી, દેવભૂમિ રમણધામ જીવાપુર, દેત્રોજ, શ્રી ભાર્ગવલાલજી મહારાજ, પુરષોતમલાલજી મહારાજ, વનથડ, શ્રી રામદાસગુરૂ અનિરૂદ્ધદાસ, મહંત વિશ્વેસર મહાદેવ મંદિર, મણીધર બાપુ, મોગલધામ, કબરાવ, કચ્‍છ જાણીતા લોકસાહિત્‍યકાર સાંઈરામ દવે ઉપરાંત પદ્મશ્રી મનોજ જોષી અને લોક સાહિત્‍યકારશ્રી યોગશ ગઢવી ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:29 AM IST)