<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ગુજરાતના ગૃહ સહિત ૧૪ વિભાગોના યુવા મંત્રી હર્ષ સંઘવીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના રાજયકક્ષાના મંત્રી શ્રી હર્ષ સંઘવીનો જન્‍મ તા.૮ જાન્‍યુઆરી ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

હર્ષ સંઘવી હાલમાં ગુજરાત રાજ્‍યના ગળહ રાજયમંત્રી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં સુરતના મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્‍વ છેલ્લા ૩ સત્રથી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂકયા છે. હાલ તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેંદ્રભાઈ પટેલની સરકારમાં રમત ગમત અને યુવક સેવા, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્‍યવહાર, ગળહ રક્ષકદળ અને ગ્રામ રક્ષકદળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્‍વતંત્ર હવાલો), ગળહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ (રાજ્‍યકક્ષા) મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

૨૦૦૮માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી બનેલા. ૨૦૧૦ માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા. ૨૦૧૧ માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.૨૦૧૩ માં ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય યુવા મોર્ચામાં રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે તો ૨૦૧૪ માં રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પદે  જવાબદારી સંભાળી હતી. મો.૮૦૦૦૦ ૦૬૦૦૦ ગાંધીનગર.

(12:08 PM IST)