<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

HMPV વાયરસને લઈને મોરારીબાપુએ રામકથામાં કહ્યું- નવું જંતુ આવ્યું છે ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવું

કબીરવન ભરૂચમાં બાપુએ કહ્યું -હજુ તો બે ત્રણ કેસ મળ્યા છે સરકાર મહેનત કરે છે આપણે પણ સાવધ રહેવું : બહુ હાથ મિલાવવા નહીં, અંતર રાખવું

રાજકોટ : ચીનમાં ઝડપથી ફેલાતા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના  કારણે ભારત સહીત વિશ્વના દેશો ચિંતિત છે આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી કરી છે ગુજરાત સહિતના રાજ્યોમાં દત્સ્કઃ દીધી છે તેવામાં ભરૂચના કબીરવનમાં રામકથામાં જાણીતા કથાકાર મોરારીબાપુએ આ વાયરસની વાત કરી હતી, 

 બાપુએ કહ્યું હતું કે આ નવું જંતુ આવ્યું છે, લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે , કોરોના બાદ આ નવા વાયરસને અંકુશમાં રાખવા સરકાર પોતાની સ્તરે મહેનત કરે છે ત્યારે લોકોએ પણ સાવધાની રાખવી જરૂરી છે,  લોકોને અપીલ કરતા કહ્યું કે બહુ હાથ મિલાવવા નહીં, અંતર જાળવી રાખવું,જરૂરી છે, 

(12:16 PM IST)