તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
પીએસઆઇ અને એલઆરડીની ભરતી માટે આજથી શારીરીક પરિણામનો પ્રારંભ
અમદાવાદની જુદી-જુદી જગ્યાઓ યુવક-યુવતિઓની ક્ષમતાનુ નિરીક્ષણ કરાશે

અમદાવાદ તા.૮: PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી જ મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. તમામ મહિલા ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
આજથી શરૂ થયેલી શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રુફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્વેટર-જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઇલેક્ટ્રોનિક ગેજેટ,ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પણ બહાર મુકી દેવામાં આવી રહી છે.
દોડ માટે આવેલ મહિલા ઉમેદવારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહી છે. ભૂતકાળમાં પણ પોલીસની ભરતીમાં દોડની પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ પેપર ફૂટયું હતું જેથી તે પરીક્ષા કેન્સલ થઈ હતી. ત્યારબાદ આજે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે.
પોલીસની ૧૨,૪૭૨ જગ્યાઓની ભરતી માટે ૧૬ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં ૧૦,૭૩,૭૮૬ ઉમેદવાર કન્ફર્મ થયા છે. તેઓ રાજ્યના નિર્ધારિત ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોલાવાયા છે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
૧૧ ગ્રાઉન્ડ પર પુરુષ ઉમેદવારોની ભ્લ્ત્ અને લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. શારીરિક પરીક્ષા ૮ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત ૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી પુરુષ લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. તો ૪ ગ્રાઉન્ડ પર મહિલા ઉમેદવારની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ૮ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધી શારીરિક ટેસ્ટ યોજાશે. જ્યારે ૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી માત્ર મહિલાઓની લોકરક્ષકની ટેસ્ટ લેવાશે.
રાજકોટમાં માજી સૈનિકો માટે બે દિવસ ૨૮ અને ૨૯ જાન્યુઆરીએ શારીરિક કસોટી લેવાશે. રાજ્યમાં PSI, લોકરક્ષક, બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે. ૧૨,૪૭૨ જગ્યા ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
