તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 8th January 2025
રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ કોંગ્રેસના આગેવાનોની અટકાયત
વિધાનસભા અધ્યક્ષના સન્માન સમારોહ પહેલા વિરોધ પ્રદર્શન

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૮ : રાધનપુર ખાતે સવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જિલ્લો બનવાની માંગ સાથે રામધૂન બોલાવીને ધરણાં યોજીને સન્માન સમારોહ કાર્યક્રમ ખાતે કોંગ્રેસ કાર્યકરો પહોચે પહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા ચોકડી પર આવેલ પાર્ટી પ્લોટમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમન અને વાઇસ ચેરમેન સત્કાર સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કાર્યક્રમ માં ઉપસ્થિત રહે તે પહેલા કોંગ્રેસ દ્વારા વિધાનસભા મતવિસ્તારમાં ઠેર ઠેર જગ્યા પર ભાજપના વિરોધ કરતા પોસ્ટર લગાવામાં આવ્યા હતા અને પાલિકા ની બહાર ચોકમાં કોંગ્રેસના આગેવાનોએ કાળા પટ્ટા ધારણ કરીને ધરણાં યોજ્યા હતા અને રામધૂન બોલાવીને જિલ્લો બનાવાની માંગ કરી હતી અને પાલિકા થી રેલી કાઢીને સત્કાર સમારોહ કાર્યક્રમ ખાતે પહોંચે તે પહેલાં તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરીને પોલિસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ જ્યાબેન સોની, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી, તાલુકા પ્રમુખ કરશનજી ઠાકોર, સુભાષ મકવાણા, શંકરભાઈ ઠાકોર સહિતનાઓની ને પોલીસે ધરપકડ કરી હતી.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
