તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
અમદાવાદ CP ફરી એક્શન મોડમાં : જી.એસ. માલિક દ્વારા 3 પીએસઆઇ 19 પોલીસ કર્મચારીઓની કે કંપનીમા બદલી કરી દેવામાં આવી
પીસીબી દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રેડ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બનેલ બનાવ ની ગંભીર નોંધ લેવામાં આવી

અમદાવાદ તા.૮ :શહેરમાં દિવાળી પહેલા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જેને ડામવા માટે ગુજરાતના પોલીસવડાએ પણ કડક વલણ અપનાવ્યું હતું અને બદમાશ પોલીસકર્મી અને વહીવટદારોને જિલ્લા બહાર ધકેલયા હતા. તેવામાં હવે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરનાર સ્થાનિક પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલીકે ત્રણ પીએસઆઇ અને 19 પોલીસ કર્મીઓને કે કંપનીમાં રવાના કર્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક એક્શન મોડમાં
તાજેતરમાં પીસીબી દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રેડ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બનેલ બનાવ ની ગંભીર નોંધ લેવામાં આવી. કમિશનર દ્વારા તેવા વિસ્તારના પોલીસ કર્મચારીઓ અને પીએસઆઇ ની કે કંપનીમાં બદલી કરવામાં આવી જી.એસ. માલિક દ્વારા 3 પીએસઆઇ 19 પોલીસ કર્મચારીઓની કે કંપનીમા બદલી કરી દેવામાં આવી છે.
PCB ની રેડ બાદ કરાઈ કાર્યવાહી
તાજેતરમાં જ પોલીસ કમિશનર હસ્તક આવતી PCB સ્કોર્ડે ચાંદખેડા, સાબરમતી, બાપુનગર, ઇસનપુર, સોલા, સરખેજ અને નારોલ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ, જુગાર, ક્રિકેટ સટ્ટા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે પ્રકારની હકીકત પોલીસ કમિશનરને ધ્યાને આવી હતી.
બાપુનગરનાં બે PSI ને કે કંપનીમાં ધકેલાયા
વધુમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસને પણ ડરાવીને ગાડીમાં બેસાડી દીધી હતી. આ તમામ ઘટનાઓ ની ગંભીર નોંધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે લીધી અને અંતે ત્રણ પીએસઆઇ અને 19 પોલીસ કર્મીઓની બદલી કરી કે કંપનીના હવાલે કરવામાં આવ્યા છે.
3 PSI, 1 ASI, અન્ય હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી
બાપુનગરમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.આર અમીન, એન.કે રાજપુરોહિત તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.આર બુખારીની કે કંપનીમાં બદલી કરાઈ છે. વધુમાં અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં રામોલ, બાપુનગર, સરખેજ, શાહપુર, ઘાટલોડિયા, ખાડિયા, ઇસનપુર, વેજલપુર, કૃષ્ણનગર, નારોલ, ગોમતીપુર, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન 5 LCB અને EOW માં ફરજ બજાવતા ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓને કે કંપનીમાં ધકેલવામાં આવ્યા છે.
અન્ય સામે આગામી દિવસોમાં લેવાઈ શકે છે એક્શન
મહત્વનું છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવતા પોલીસ સ્ટેશનમાં આ પોલીસ કર્મીઓ વહીવટ સંભાળતા હોવાની ચર્ચા છે. જોકે હજુ પણ અનેક પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના વહીવટદારો સક્રિય હોય તેવામાં આગામી દિવસોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક તેઓની સામે પણ કાર્યવાહી કરી શકે છે. શેર પોલીસ કમિશનર દ્વારા અચાનક જ એક્શન મોડમાં આવીને આ પ્રકારે બદલી કરવામાં આવતા અનેક પોલીસ સ્ટેશનના વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
