તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
નીતિનભાઈ પટેલે હાર્દિક પટેલના ભરપેટ વખાણ કરતા રાજકીય જગતમાં અટકળ
નીતિનભાઈ પટેલે કહ્યું કે મંત્રી એ આગળ વધવાનું પ્રથમ પગથિયું છે. બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. તે સ્ટેજ આવતા બોવ વાર લાગે. પણ પહેલું સ્ટેજ વહેલું આવે

અમદાવાદ : કડીમાં આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી
નીતિનભાઈ પટેલે ભાજપમાંથી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલના વખાણ કર્યા
હતા. સંબોધન દરમિયાન નીતિનભાઈ પટેલે કહ્યું કે હાર્દિક પટેલે ઉમિયા
માતાને પ્રાર્થના કરવી જોઈએ જેથી તે મંત્રી બને.
નીતિનભાઈ પટેલે કાર્યક્રમમાં કહ્યું કે હું વધારે વાત નહીં કરું પણ
હાર્દિકે મંત્રી બને તે માટે ઉમિયા માતાને પ્રાર્થના કરવી જોઈએ. પટેલે
કહ્યું કે મંત્રી એ આગળ વધવાનું પ્રથમ પગથિયું છે. બીજું સ્ટેજ જ્યારે
આવે ત્યારે આવે. તે સ્ટેજ આવતા બોવ વાર લાગે. પણ પહેલું સ્ટેજ વહેલું
આવે. તે યુવાન છે. ભણેલ છે. ખૂબ પ્રગતિશીલ વિચાર ધરાવે છે. તેમને
ધારાસભ્ય બન્યાને એટલો સમય થયો. ઘણાં ધારાસભ્યના કેટલાય વિવાદ ચાલતા હોય.
પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આજ દિવસ સુધી એક
પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી. એ અગત્યનું છે.
આ પહેલીવાર બન્યું છે કે રાજ્યના રાજકારણમાં લાંબી ઇનિંગ રમનાર પૂર્વ
ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે હાર્દિકને ખુલ્લું સમર્થન આપ્યું છે.
કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તે વિરમગામને એવું બનાવશે કે
તે કઠિન સ્પર્ધા આપશે. તેમણે કડી તાલુકામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો
હતો. અગાઉ હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે વીરગામ જિલ્લો બનશે. હાર્દિક
પટેલ 2022માં અમદાવાદની વિરમગામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યો હતો.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
