તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખોને લઇ દિલ્હીમાં મંથન : હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ કરાશે જાહેરાત
10 જાન્યુઆરી સુધીમાં મોટાભાગના નામની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચના માટે તૈયારીઓ શરૂ થઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આખાય સંગઠનને નવો ઓપ આપવામાં આવશે. ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખો માટે દિલ્હીમાં મંથન કરવામાં આવશે. શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી લઇ પ્રદેશ ભાજપના આગેવાનો દિલ્હી પહોંચ્યા છે.
દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળશે. આ બેઠક માટે સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી રજની પટેલ, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક બાદ મહાનગર-જિલ્લા પ્રમુખોના નામની પેનલ સાથે પ્રદેશ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.
33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં ભાજપને નવા પ્રમુખ મળશે. 10 જાન્યુઆરી સુધીમાં મોટાભાગના નામની જાહેરાત કરવામાં આવશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
