તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
અમદાવાદ સીડીએચઓ દ્વારા મોરૈયા ખાતે અગ્રવાલ ક્લિનિક સીલ કરવામાં આવ્યું
BHMS ડોક્ટર દ્વારા એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવતા ક્લિનિક સીલ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર દ્વારા ગેરકાયદે પ્રેક્ટિસ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા રેલવે ક્રોસિંગ પાસે BHMS ડિગ્રી ધારક ડો. ચિરાગ અગ્રવાલ દ્વારા એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવી રહી હોવાની જાણ થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈ અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને BHMS ની ડિગ્રી હોવા છતાં પણ એલોપેથી પ્રેક્ટિસ કરતા હોવાથી ડોક્ટર ચિરાગ અગ્રવાલની અગ્રવાલનું ક્લિનિક સીલ કરવામાં આવ્યો હતું. અમદાવાદ સીડીએચઓ દ્વારા BHMS ડિગ્રી ધારક ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા અન્ય BHMS ડિગ્રી ધારક ડોક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
