<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

વાપીના ડુંગરા ફળિયામાં ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય ચાર ગોડાઉન આગની ચપેટમાં: ફાયરની ત્રણ ટીમ દોડતી થઈ

ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે તકલીફો પડી રહી હતી

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં શનિવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક રહીશોને થતા તાત્કાલિક વાપી GIDC ફાયર વિભાગની ટીમ અને ડુંગરા પોલીસની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. ભંગારના એક બાદ એક 4 ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. જોકે, ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


વાપીના ડુંગરા ફળીયા વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ ભંગારના ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોને થતા શ્રમિકોમાં દોડધામ મચી ગઇ હતી. આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાની જાણ ભંગાર ગોડાઉન સંચાલક અને ડુંગરા પોલીસ તેમજ વાપી GIDC ફાયર વિભાગની ટીમને થઈ હતી. વાપી GIDC ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો પણ ભંગારના ગોડાઉનમાં માણસોની મદદે દોડી આવ્યા હતા.

આગની ઘટનામાં આજુબાજુમાં આવેલા 4 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા. વાપી GIDC ફાયર વિભાગ 3 ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વાપી ફાયરની 3 ટીમોએ ભંગારના 4 ગોડાઉનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે તકલીફો પડી રહી હતી. આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. ઘટનાની જાણ ડુંગરા પોલીસની ટીમને થતા ડુંગરા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમને જરૂરી મદદ પુરી પાડી હતી.


 

(8:55 PM IST)