<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રાજપીપળા હરસિદ્ધિ મંદિરની દુકાનોને ખાલી કરવાની નોટિસનો સમય પૂર્ણ થતા ૯ જેટલા રૂમ શીલ કરાયા

નાંદોદ મામલતદારે 10 દિવસમાં દુકાનો અને રૂમો ખાલી કરવાની નોટિસ અપાયા બાદ દસ દિવસ પૂરા થતા ૯ રૂમો શીલ કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રજવાડી નગરી રાજપીપળા ની કુળદેવી ગણાતા માં હરસિદ્ધિ મંદિર એક મોટું આસ્થાના કેન્દ્ર સાથે મોટું પ્રવાસન ધામ તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે. હાલ આ મંદિર હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક આવ્યું અને સંચાલકો દ્વારા મંદિરમાં આવક નો સ્ત્રોત ઊભો કરવા પરિસર અને આજુબાજુના પ્રોટેક્શન વોલ પર દુકાનો બનાવવી હતી જે અંદાજિત 30 જેટલી દુકાનો અને 5 જેટલા મંદિર પરિસરમાં પૂજારીઓ માટે રૂમો બનાવી હતી. હાલ આ તમામ દુકાનો અને રૂમો તોડવાની હોવાથી દસ દિવસ પહેલા નાંદોદ મામલતદાર દ્વારા નોટિસ અપાઈ હતી જેનો સમય પૂરો થતાં આજે સવારે મામલતદાર નાંદોદ ની ટીમે મંદિર ની અંદર આવેલી નવ જેટલી રૂમો ને શીલ કરી છે.
મળતી માહિતી અનુસાર હરસિદ્ધિ માતાજીનું પ્રાંગણ મોટું બનાવવાનું હોય સારા લુક અને પ્રવાસીઓના આકર્ષણ ને લઈને વિકાસ કરવાનો હોય, ધર્મશાળા પણ બનાવવાની હોય આ વિકાસ માટે અંદાજિત 6 કરોડ થી વધુ ની ગ્રાન્ટ સરકાર માંથી આવી છે માટે ત્યાંનો વિકાસ કરવાનો હોય આ વિકાસ માટે જૂની દીવાલો તોડવી પડે તેમ હોય હાલ 30 દુકાનો ને ખાલી કરવા મામલતદાર નાંદોદ કે જે હિન્દુ દેવસ્થાન કમિટી ના ચેરમેન છે. તેમણે નોટિસ આપી હતી આ નોટિસ માં 10 દિવસનો સમય આપ્યો હતો જે પૂરો થતા તંત્ર દ્વારા હવે દુકાનો ખાલી કરાવવા કાર્યવાહી ના ભાગરૂપે આજરોજ મંદિર અંદર ની નવ જેટલી રૂમો શીલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.
 આ મુદ્દે નાંદોદ મામલતદાર પદમાબેન ચૌધરી એ જણાવ્યું કે નોટિસ આપ્યા ના દસ દિવસ ની મુદત પૂર્ણ થતા આજરોજ અમારી ટીમે મંદિર માં અંદર આવેલી નવ જેટલી રૂમો ને શીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે, બાકી પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવ

(11:41 PM IST)