<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

નરખડી મોલેથાના નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરનાર તત્વો પર સુરત ફ્લાઈંગ સ્કોર્ડનો સકંજો

પાંચ ટ્રકો સહીત 1 કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો: ના કોઈ લીઝ કે ના રોયલ્ટી રીતસરની ખનીજ ચોરી કરાતી હોવાની ફરિયાદ મળતા સુરત અને નર્મદાની ટીમે રેડ કરી કરતા ફફડાટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા અને વડોદરા જિલ્લા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી ના નરખડી ભાઠા માંથી નદીમાં પાઇપો ગોઠવી પૂલીયુ બનાવી જેના પરથી ટ્રકો  પસાર કરી મોટી માત્રામાં રેતી, ગ્રેવલ જેવા ખનીજ ની કેટલાક લોકો મોટાં પાયે ચોરી કરાતી હોવાની લેખિત ફરિયાદ સુરત ફ્લાઈંગ સ્કોર્ડ ને કેટલાક લોકોએ કરતા સુરતની ફ્લાઈંગ સ્કોર્ડ નર્મદા અને વડોદરા ખાતેની નર્મદા નદીના પટમાં સર્ચ વોચ હાથ ધર્યો હતો. જેમાં નર્મદા ખાણ ખનીજ વિભાગની ટીમ પણ જોડાઈ અને અંતે બુધવારના રોજ સુરત ફલાઈગ સ્કર્વોડના વડા દિનેશ પવાયા ની સુચનાથી રોઈલ્ટી ઈન્સપેક્ટર હિતેશ .જે .પટેલ, માઇન્સ સુપરવાઇઝર વિજય વસાવા તથા અન્ય ફીલ્ડસ્ટાફ સાથે વડોદરા- નર્મદા જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદીની આસપાસના મોલેથા- નરખડી વિસ્તારમાં સાદી રેતીની ચાલતી ગેરકાયદે પ્રવૃતિ અન્વયે તપાસ હાથ ધરતા સાદી રેતી ખનીજનું ગેરકાયદે વહન કરતા 5 ટ્રક ડમ્પરો ઝડપાઇ ગયા હતા. ખાણ ખનીજ ની ટીમ ને જોતા હાઇવા ચાલકો ને પકડવામાં આવેલ તેમજ ગેરકાયદે સ્થળની માપણી કરવામાં આવેલ છે . આ તપાસમાં એક  કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી સેગવા પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની આ ફ્લાઈંગ સ્કોર્ડ પોલીસ સાથે આવી હોય હાઇવા ચાલકોને આ રેતીની ગેરકાયદેસર ચોરી કોણ કરતા હોવાની તથા તેમના મલિક કોણ છે જે બાબતની પૂછપરછ કરતા ચાલકોએ કોઈ જવાબ ના અપાતા આધિકારીઓએ સખ્તી થી પૂછપરછ કરી હતી પરંતુ હજુ તેઓના નામો બહાર આવ્યા નથી  ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતની તપાસ ચાલુ છે. સાથે સેગવા પોલીસ ને પણ તપાસ સોંપી છે.
 આગામી દિવસોમાં આ ખનીજ ચોરીમાં કેટલા માથા સંડોવાયેલા છે તે બાબતની તપાસ હાથ ધરી છે. આ  ચોરીમાં મોટા રાજકીય આગેવાનો નો પણ હાથ હોવાનું બહાર આવ્યું છે. જેમણે  આ ટ્રકો છોડાવવા  ઘણા ધમપછાડા કર્યા હોવા છતાં અધિકારીઓ એ મચક ના આપી હોવાની પણ વાત હાલ ચર્ચાઈ રહી છે.

(11:38 PM IST)