<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

નર્મદા જિલ્લા NSUI દ્વારા કારોબારી બેઠકમાં માં કામલ GNM કોલેજ સહિતના પ્રશ્નોની ચર્ચા કરાઇ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા NSUI દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા
આ કારોબારી બેઠકમાં NSUI ના જિલ્લા પ્રમુખ તેજસ તડવી દ્વારા માં કામલ GNM કોલેજના સ્ટુડન્ટોને ઓરીજનલ માર્કશીટ હજુ સુધી બાકી છે એવા સ્ટુડન્ટો માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની વાત કરી અને ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા પણ વિદ્યાર્થીઓને આશ્વાશન આપવામાં આવ્યું કે આ કોલેજના સંચાલકોને કાયદેસરની કાર્યવાહી કરાવી એ લોકોને સજા થાય અને ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ફી પરત મળે એ માટે બાંહેધરી પણ આપવામાં આવી તેમજ નર્મદા જિલ્લાના વિવિધ સ્કૂલ કોલેજના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. કારોબારી બેઠક માં ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, નર્મદા જિલ્લાના NSUI ના પ્રમુખ તેજસ તડવી, નર્મદા જિલ્લાના પાર્ટી પ્રમુખ પ્રફુલ પટેલ, તાલુકાના પાર્ટી પ્રમુખો જિલ્લાના મહામંત્રીઓ સહિત NSUI નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 PM IST)