<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સાગબારાના ખડકુની ગામમાં 10 જુગારીઓને રૂપિયા ૧૮,૬૫૦ ના મુદામાલ સાથે પોલીસે દબોચી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલાં ખડકુની ગામમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે
   પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસે ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખડકુની નિશાળ ફળીયામાં આવેલ અવિચલભાઇ ચીમનભાઇ વસાવાના ઘરના આંગણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રમાડતા (૧) અવિચલભાઇ ચીમનભાઈ વસાવા (૨) ચુનીલાલ ફતુભાઇ વસાવા (૩) કૃષ્ણભાઇ બેચરભાઇ વસાવા (૪) દિપકભાઇ ઉત્તમભાઇ કોળી (૫)ગોવિંદભાઈ નરપતભાઇ વસાવા(૬) શિવાજી ભાઇ જંગલુભાઇ કોળી (૭) રવિદાસ ભાઇ બહાદુરસિંહ પાડવી (૮) હેમંત ભાઇ રામદાસભાઇ વસાવા (૯) વિક્રમભાઇ જાહગુભાઇ વસાવા (૧૦) અશોકભાઇ મોતીરામભાઇ વસાવા (૧૧) કમાનસીંગભાઇ અંતર્યાભાઈ વસાવા (તમામ રહે. ખડકુની,તા.સાગબાર, જીલ્લો નર્મદા )નાઓ ને પકડી પાડી તેમની અંગ ઝડતીમાંના રોકડા રૂપીયા.૧૦,૭૯૦/- તથા દાવ ઉપરના રોકડ રૂ.૧૮૬૦/- મળી કુલ રોકડા રૂા.૧૨,૬૫૦/-તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ રૂા.૧૮,૬૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:39 PM IST)