<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ડુંમખલ ગામમાં ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકીને ફોર વ્હીલે અડફટમાં લેતા ઘટના સ્થળે મોત

માસૂમ બાળકી ઘર આંગણે રમતી હતી ત્યારે તુફાન ફોરવ્હીલ ગાડીએ અડફેટે લેતા બાળકી નું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડુંમખલ ગામમાં બનેલી ઘટના મા નરેશભાઇ ઇશ્વરભાઇ તડવી( રહે.ડુમખલ હોળીદર ફળીયુ )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તા.૦૭/૦૧/૨૦૨૫ ના સવારના આશરે આઠ વાગ્યાના અરસામાં તેમની દીકરી ગુંજનબેન નરેશભાઇ તડવી ઉંમર ૨ વર્ષ ૩ મહિના તેના ઘરના આગણાંમાં રમતી હતી ત્યારે જવલસીંગ વનસીંગભાઇ વસાવા રહે.ડુમખલ નિશાળફળીયુ એ પોતાના કબ્જામાંની તુફાન ફોરવ્હીલ ગાડી નંબર-GJ.35.B. 6667 ની ગફલત ભરી રીતે ચલાવી લાવી બાળકી ને અડફેટમાં લઇ માથાના ભાગે મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ચાલક જવલસીંગ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:39 PM IST)