<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

દેડીયાપાડાના વન વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે વોચમેનની ફરજ પર તૈનાત શખ્સનું મોત

મરનારને નિવૃત્ત થયા બાદ સારી કામગીરીના કારણે પુનઃ ફરજ પર મૂકવામાં આવ્યા હતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રાખસકુંડી ગામના અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે વોચમેનની ફરજ બજાવતા વ્યક્તિનું મોત નીપજતાં તેમના પુત્રએ પોલીસમાં જાણ કરી છે
     પ્રાપ્ત વિગતો અનુસાર નરેશભાઇ શંકરભાઇ તડવી (રહે,રાખસકુંડી સ્ટેશન ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પિતા શંકરભાઇ જેઠાભાઇ તડવી (ઉ.વ.૬૫) નાઓ દેડીયાપાડા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે વોચમેન તરીકેની પોતાની રાત્રી ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન અચાનક બિમાર થઇ જતા તેમનું મોત થયું હતું તેમના દીકરાને આ બાબતની જાણ થતાં તેમનો દિકરો નરેશભાઇ તેમના પિતાજી શંકરભાઇ ને ૧૦૮ એમ્બ્યુલન્સમા દેડીયાપાડા સરકારી દવાખાને લઇ ગયેલ ત્યાં ફરજ પરના ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા. દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:41 PM IST)