<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ડેડિયાપાડા તાલુકાની સંસ્કાર વિધાલય એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની સંસ્કાર વિધાલય એ વાધેચા, કામરેજ ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
આ પ્રદર્શનમાં વસાવા મહેક, વસાવા શ્રેયાંશી, અને નિલેશભાઈ તથા વિપેશભાઈએ સહાયક શિક્ષક તરીકે ભૂમિકા ભજવી મિલેટ્ઝ (ધાન્ય) પ્રોજેક્ટ બનાવી સફળ કર્યો હતો, જેમાં શાળાના તમામ શિક્ષકોએ અલગ અલગ વાનગી બનાવી સહકાર આપ્યો હતો તે બદલ શાળા ટ્રસ્ટી ધનંજયભાઈ શાહ, હિતેષભાઇ દરજી (એડવોકેટ) તથા આચાર્ય મેહુલ પરમાર અને શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(11:40 PM IST)