તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 8th January 2025
વડીયા જકાતનાકા પાસેના પોલ પરથી હેલોઝનો નીચે તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી
સદનસીબે આ વજનદાર હેલોજનનો ચારેકોરનો આખો ભાગ ક્લેમ્પ સાથે સીધો પડ્યો, જો માર્ગ ઉપર પડ્યો હોત તો દુર્ઘટના સર્જાત: કેટલાય દિવસોથી તૂટેલી આ વસ્તુ લોકોની નજરમાં આવી પરંતુ તંત્રની આંખે પાટા બાંધ્યા હોય એમ કંઈ કર્યું નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેર ના વડીયા જકાતનાકા ત્રણ રસ્તા પર માર્ગ મકાન વિભાગ દ્વારા ઊભા કરાયેલા ઊંચા પોલ ઉપર લાગેલા હેલોજન કોઈક કારણોસર અચાનક તૂટી નીચે પડતાં ત્યાં ઉભેલા લોકો ના જીવ તાળવે ચોંટયા હતા.
વડીયા ત્રણ રસ્તા પર ઊંચા પોલ ઉપર ચારેબાજુ અજવાળું પડે તે હેતુથી લગાવેલા હેલોઝન અચાનક તૂટી પડ્યા હતા જોકે ક્લેમ્પ સાથે નીચે પડેલા હેલોજન સીધા પોલ પરના ભાગે લાગી પોલના નીચેના ભાગમાં પડ્યા હતા માટે કોઈ દુર્ઘટના બની ન હતી પરંતુ જો આ હેલોજન સીધા માર્ગ ઉપર પડત તો ત્યાંથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો માટે આ બાબત જીવલેણ પણ સાબિત થઈ શકી હોત. આ ઘટના ત્રણ ચાર દિવસ પહેલા બન્યા બાદ તંત્ર દ્વારા ત્યાં કોઈજ કામગીરી કરવામાં આવી નથી કે નીચે પડેલા હેલોજનો ને જોવા કે ઉઠાવવા પણ કોઈ આવ્યું નથી. ઘણું મોઘું આવતું આ યુનિટ કદાચ રિપેર થઈને પુનઃ લાગી શકે એમ પણ હોય પરંતુ તંત્રને એ માટે કોઈ દરકાર હોય તેમ લાગ્યું નથી
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
