<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

HMPV વાઈરસ મુદ્દે શાળાઓ સતર્ક :બાળકને શરદી-તાવમાં સ્કૂલે ના મોકલવા DEOની એડવાઈઝરી: પરીક્ષા પછી લેવાશે

બાળકને શરદી, તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો, સ્કૂલ બાળકનું પેપર ફરી લેશે: સંચાલકો દ્વારા વાલીને મેસેજ મોકલાયો: ખાનગી સ્કૂલોની સાથે જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે પણ એડવાઈઝરી જાહેર

અમદાવાદ : HMPV વાઈરસને ધ્યાને રાખીને ખાનગી સ્કૂલો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. સંચાલકો દ્વારા વાલીને મેસેજ મોકલાયો છે કે, જો બાળકને શરદી, તાવ હોય તો સ્કૂલે ન મોકલો. બાળકની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો, સ્કૂલ બાળકનું પેપર ફરી લેશે. પરંતુ હાલમાં બાળકોની સુરક્ષા સાથે સ્કૂલમાં પણ સંક્રમણ ના ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ખાનગી સ્કૂલોની સાથે જિલ્લા પંચાયતની સ્કૂલોના બાળકો માટે પણ એડવાઈઝરી જાહેર કરાઈ છે.

સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, હાલમાં વિવિધ સ્થળે કેસ આવી રહ્યાં છે. ડરવાની કોઇ જરૂર નથી. પરંતુ સંચાલકો દ્વારા વાલીઓને જાગ્રત કરવા માટે સૂચના અપાઇ છે. બાળકો માસ્ક પહેરે, તાવ- શરદી હોય તો બાળકને સ્કૂલે ન મોકલવાની સૂચના આપી છે. જો સ્કૂલની સ્થાનિક પરીક્ષામાં બાળક ગેરહાજર હશે તો તેની પરીક્ષા બાદમાં પણ લેવાશે. જેથી વાલીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

HMPV વાઈરસથી બચવા આટલું કરવું:હાથ ધોવા માટે સેનિટાઇઝર, સાબુનો ઉપયોગ કરવો.,તાવ, ઉધરસ, શરદી હોયો તો જાહેરમાં જવાનું ટાળો.,પાણી વધારે પીવું, પૂરતી ઊંઘ લેવી જોઇએ.,શ્વાસ લેવામાં મુશ્કેલી આવે તો તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવો.

(11:13 AM IST)