<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

આ વર્ષમાં વધુ ૧પ ઘાસ ગોડાઉન નિર્માણ થશે

ખંભાળીયા તા. ૯: ગુજરાત રાજય દેશનું એક માત્ર એવું રાજય છે કે જે રાજયના પશુપાલકોને દુષ્‍કાળ તથા અનાવૃષ્‍ટિમાં રાહતદરે ઘાસ આપે છે.

રાજયના વન મંત્રી મુળુભાઇ બેરાએ તાજેતરમાં આ અંગે વિગતો આપતા જણાવ્‍યું હતું કે રાજય સરકારની ઘાસ વધારવાની પ્રેરક પહેલને કારણે ધાસ ઉત્‍પાદન તથા સંગ્રહ ક્ષમતા સુવિધા વધતા બે વર્ષમાં પ૧ ઘાસ ગોડાઉનના નિર્માણ થયા પછી ર૦ર૪-રપ માં પણ વધુ ૧પ ઘાસ ગોડાઉનના નિર્માણનું આયોજન રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્‍યું છે.

(1:27 PM IST)